Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લુણાવાડાના વિવિધ વિસ્તારમાં MGVCLની ટીમ દ્વારા ચેકિંગ, 17 જોડાણોમાં ગેરરીતિ આવી સામે, 3.11 લાખનો દંડ

મધ્ય ગુજરાત વીજ કંપની લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા બે દિવસ વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બે દિવસના વીજ ચેકીંગ દરમિયાન ૧૭ વીજ જોડાણમાં ગેરરીતી ઝડપાઈ હતી અને કુલ રૂપિયા 3.11 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.મધ્ય ગુજરાત વીજ કંપની લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેની અંદ
લુણાવાડાના વિવિધ વિસ્તારમાં mgvclની ટીમ દ્વારા ચેકિંગ  17 જોડાણોમાં ગેરરીતિ આવી સામે  3 11 લાખનો દંડ
મધ્ય ગુજરાત વીજ કંપની લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા બે દિવસ વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બે દિવસના વીજ ચેકીંગ દરમિયાન ૧૭ વીજ જોડાણમાં ગેરરીતી ઝડપાઈ હતી અને કુલ રૂપિયા 3.11 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.મધ્ય ગુજરાત વીજ કંપની લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેની અંદર પ્રથમ દિવસે 6 અને બીજા દિવસે સાત જેટલી વીજ ચેકિંગ સ્ક્વોડ બનાવી વીજ જોડાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડાયરેક્ટ લંગર ,વાયર થી મીટર બાયપાસ, વગર મીટર પાવર નો ઉપયોગ , લોડ વધારો તેમજ સિવિલ ટેમ્પર જેવી રીતે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી
એમજીવીસીએલની બે દિવસ વીજ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન સંતરામપુર કોઠંબા બાકોર વીરપુર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કુલ 324 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.  જેમાં કુલ ૧૭ જેટલા વીજ જોડાણોમાં એમજીવીસીએલ ની ટીમ એ ગેરરીતી ઝડપી પાડી હતી અને ગેરરીતિ કરનારને કુલ રૂપિયા 3.11 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લોસ ઘટાડવા માટે આગામી સમયમાં પણ વીજચેકીંગની આ ઝુંબેશ કાર્યરત રહેશે અને વીજ ચોરી કરી ગેરરીતિ આચરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.