Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MGVCL Employee: MGVCLના લેબર કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓની બેદરકારી આવી સામે

MGVCL Employee: છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)નાં ફરજ ઉપરના કર્મચારીઓ વીજ લાઈન (Electricity)બદલવાની કે ડીપી ઉપર કામ કરવાની કામગીરી કરતા હોય છે. ત્યારે તે સમયે કેટલાક કર્મચારીઓ સેફટીના સાધનો (Safety Equipment) વગર કામગીરી કરતાં હોવાનું સામે આવી...
mgvcl employee  mgvclના લેબર કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓની બેદરકારી આવી સામે

MGVCL Employee: છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)નાં ફરજ ઉપરના કર્મચારીઓ વીજ લાઈન (Electricity)બદલવાની કે ડીપી ઉપર કામ કરવાની કામગીરી કરતા હોય છે. ત્યારે તે સમયે કેટલાક કર્મચારીઓ સેફટીના સાધનો (Safety Equipment) વગર કામગીરી કરતાં હોવાનું સામે આવી રહયું છે. પરંતુ કેટલીક વાર આ સેફ્ટી (Safety Equipment) ના સાધના અભાવના કારણે કોઈ દુર્ધટના સર્જાય તો કર્મચારીઓના પરિવારજનો નિરાધાર બનતાં હોય છે.

Advertisement

ડભોઈમાં એક કર્મચારીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું

તેને દાખલારૂપ ઘટના તાજેતરમાં જ નવેમ્બર 2023 માં ડભોઈ (Dabhoi) ના વેગા ખાતે નીમા રાઈસ મિલ (Rice Mil)ની પાછળનાં ભાગમાં વીજ પોલ (Electricity) બદલવાની કામગીરી કરી કેટલાક કર્મચારીઓ કરી રહ્યાં હતાં. તે સમય દરમિયાન એક કર્મચારીને કરંટ (Electricity) લાગવાના કારણે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ તેમાં પણ કેટલાક સેફ્ટી (Safety Equipment) ના સાધનોનો અભાવ હોવાનાં કારણે જ આ ઘટના બની હતી.

MGVCL Employee

MGVCL Employee

Advertisement

તંત્રની નિંદ્રાના કારણે કર્મચારીઓના પરિવાર નિરાધાર બન્યા

મધ્ય ગુજરાત વીજ કંપની (Safety Equipment) મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપતી હોય છે. તો તે સમય દરમિયાન પણ કોન્ટ્રાક્ટર પાસે કેટલાક નીતિ નિયમોનું અને કેટલાક સૂચનોનું પાલન કરવાનો કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. પરંતુ તેનો અમલ માત્રને માત્ર કાગળ ઉપર જ થતો હોય છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે નિંદ્રામાં હોય તેવું લાગી રહયું છે. જવાબદાર અધિકારીઓની આ નિંદ્રાના કારણે કેટલાક કર્મચારીઓના પરિવાર નિરાધાર બનતા હોય છે.

વીજ પોલો ઉપર જંગલી વેલો પણ જોવા મળે છે

જૈ પૈકી કર્મચારીઓની સલામતીની બાબતે તંત્ર બેધ્યાન છે. એટલું જ નહીં પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીની નગરમાં ભારે બેદરકારી પણ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો તેઓ દ્વારા મૂકવામાં આવેલ ડીપી પણ ખુલ્લી અવસ્થામાં હોય છે. તો કેટલાક સ્થળો ઉપર વીજ પોલો ઉપર જંગલી વેલો પણ જોવા મળે છે. તેમજ કેટલાક શોપીંગ સેન્ટરોમાં ખૂબ જ નીચા વીજ વાયરો જોવા મળી રહયાં છે. આ બધાં દ્રશ્યો એવું દર્શાવી રહયાં છે કે, તંત્ર ચોક્કસપણે બેધ્યાન છે. જેને લઇને ડભોઇ નગર અને તાલુકામાં વીજ કંપની ઉપર ભારે સવાલો ઉભાં થવા પામ્યા છે.

Advertisement

અહેવાલ પીન્ટુ પટેલ

આ પણ વાંચો: CM Bhupendra Patel At Aravalli: મુખ્યમંત્રીએ અરવલ્લીમાં સ્વામિનારાયણ ભક્તો માટે ધ્યાન સંકુલનું કર્યું શિલાન્યાસ

આ પણ વાંચો: Madhavpur: મધુવનમાં માધવના ભવ્ય લગ્નની તૈયારી, મયુર પંખે લગ્ન લખાયા

આ પણ વાંચો: Bhavnagar Check Dam: ધૂળેટીના દિવસે 3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું

Tags :
Advertisement

.