Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MGVCL માં ગેરરીતિ આચરી પરીક્ષા પાસ કરનારા ઘરભેગા થવાની તૈયારી

VADODARA : રાજ્યની વિવિધ વિજ કંપનીઓ માટે વિદ્યુત સહાયકની (MGVCL EXAM SCAM) ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થનારા લોકોને ઘરભેગા કરવાની તૈયારી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં એમજીવીસીએલના 20 (વિદ્યુત સહાયક) જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે....
vadodara   mgvcl માં ગેરરીતિ આચરી પરીક્ષા પાસ કરનારા ઘરભેગા થવાની તૈયારી

VADODARA : રાજ્યની વિવિધ વિજ કંપનીઓ માટે વિદ્યુત સહાયકની (MGVCL EXAM SCAM) ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થનારા લોકોને ઘરભેગા કરવાની તૈયારી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં એમજીવીસીએલના 20 (વિદ્યુત સહાયક) જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આકરી કાર્યવાહીને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. આવનાર સમયમાં વધુ કાર્યવાહી થઇ શકે તેવી શક્યતાઓ જોુવા મળી રહી છે.

Advertisement

ધરપકડનો આંક 17 સુધી પહોંચ્યો હતો

સુત્રો જણાવે છે કે, આગામી સમયમાં તેમને ચાર્જશીટ પણ મળી શકે છે. અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિજ કંપનીની વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં યુજીવીસીએલની 5 મહિલા સહિત 11 કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી. બાદમાં ધરપકડનો આંક 17 સુધી પહોંચ્યો હતો. રાજ્યમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, જીસેકમાં કુલ 2156 વિદ્યુત સહાયકો (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી પરીક્ષા યોજાઇ હતી. વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કેન્દ્રો પર વર્ષ 2020 - 2021 માં આ પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રોના સંચાલકોથી લઇને કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને એજન્ટો દ્વારા ગેરરીતિ આચરીને પરીક્ષા પાસ કરવામાં મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

20 વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ

આ કાર્યવાહી અનુસંધાને સુરત પોલીસ દ્વારા એમજીવીસીએલને 20 કર્મીઓની સંડોવણીના ઉલ્લેખ સાથે યાદી મોકલવામાં આવી હતી. જે બાદ એમજીવીસીએલ દ્વારા આકરા પગલાં લેતા 20 વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

રૂ. 7 - 10 લાખ પડાવી ગેરરીતિ

સુત્રોએ જણાવ્યું કે, વિદ્યુત સહાયકની પરીક્ષામાં પરીક્ષાર્થી દિઠ રૂ. 7 - 10 લાખ પડાવી ગેરરીતિથી પાસ કરાવવામાં આવ્યા હતા. અગાઉ પોલીસે ધરપકડ કરી તે 11 કર્મચારીઓ આ રીતે જ પાસ થયા હતા. અને નોકરી મેળવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?

Advertisement

Tags :
Advertisement

.