Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi : 65 વર્ષીય વૃદ્ધ કાટમાળમાં દબાયા, થયું કમકમાટીભર્યુ મોત

વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) તાલુકાના કરાલીપુરા ગામે (Karalipura Village) ગત રાત્રીના સમયે મકાનની દિવાલ એકાએક ધરાશાહી થઈ હતી. એકાએક મકાનની દિવાલ ધરાસાઈ (collapsed) થતાં જ આ વૃદ્ધ કાટમાળમાં દબાઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવની...
dabhoi   65 વર્ષીય વૃદ્ધ કાટમાળમાં દબાયા  થયું કમકમાટીભર્યુ મોત

વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) તાલુકાના કરાલીપુરા ગામે (Karalipura Village) ગત રાત્રીના સમયે મકાનની દિવાલ એકાએક ધરાશાહી થઈ હતી. એકાએક મકાનની દિવાલ ધરાસાઈ (collapsed) થતાં જ આ વૃદ્ધ કાટમાળમાં દબાઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ ગામમાં થતા જ તેઓ એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે ડભોઇ પોલીસ (Dabhoi Police) ને જાણ કરવામાં આવી હતી. ડભોઇ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર મામલો થાળે પાડ્યો‌ હતો.

Advertisement

ડભોઇ (Dabhoi) તાલુકાના કરાલીપુરા ગામે ગતરાત્રિના સમયે એક મકાનની દિવાલ ધરાશે થતા એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયુ હતું. જાણવા મળતી માહિતી મુજબ કારાલીપુરા ગામે કાચા મકાનમાં રહેતા 65 વર્ષીય મેણાભાઈ જીણાભાઈ વાસવા ગત રાત્રે પોતાના મકાનમાં સુતા હતા, તે સમય દરમિયાન અચાનક જર્જરિત કાચા મકાનની દિવાલ તેમના મકાન ઉપર પડતા મકાન ધરાશાહી થયું હતું. ત્યારે મકાનમાં સુતા મેણાભાઈનું કાટમાળમાં દટાઈ જતા ઘટના બનતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસેને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગ્રામજનોની મદદથી કટમાંડ દટાઈ ગયેલા મેણાભાઈને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં

Advertisement

ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે ગતરાત્રિના રોજ એક મકાનની દિવાલ ધરાશે થતા એક વૃદ્ધા કાટમાલની અંદર દટાઈ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટના બનતા ગામ લોકો એકત્રિત થઈ સંયુક્ત રીતે તેઓના શરીરને બહાર કાઢવામાં આવ્યું હતું. પોલીસે ચેક કરતા તેઓને મૃત્યુ પામ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબ્જો લઇ ડભોઇ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારની વેદના

Advertisement

ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે રહેતા મેણાભાઇ ઝીણાભાઈ વસાવા જેઓ ખૂબ ગરીબ પરિસ્થિતિ રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને એક પુત્ર છે. પરિવાર જણાવો ઉપર આ આફત આવતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને ભાઈ હૈયા રુદન ના દ્રશ્યો સર્જાયા હતા.

અહેવાલ - પિન્ટુ પટેલ

આ પણ વાંચો - Gondal : જિંદગી પસંદ કરો, તમાકુ નહીં, વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કરાયા માહિતગાર

આ પણ વાંચો - Amreli Congress Crisis: અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

Tags :
Advertisement

.