Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયો ‘વન આયુષ મહોત્સવ-2023’

આહવા ખાતે યોજાયેલા ‘વન આયુષ મહોત્સવ-2023’ ના કાર્યક્રમમાં ઉદબોધન કરતાં મંત્રીએ ડાંગની સહભાગી વન વ્યવસ્થા, પરંપરાગત વન ઔષધિઓનું જ્ઞાન ધરાવતા વૈધરાજો/ભગત મંડળીના સભ્યો, તથા જુદી જુદી વન યોજનાઓના લાભાર્થીઓની સાથે મળીને વન સંપદા, વનૌષધિઓનું વાવેતર કરી તેના જતન, સંવર્ધનની હિમાયત કરી હતી. ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને જાળવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે, તેમ જણાવતા રાજયના વન પર્à
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયો  lsquo વન આયુષ મહોત્સવ 2023 rsquo
Advertisement
આહવા ખાતે યોજાયેલા ‘વન આયુષ મહોત્સવ-2023’ ના કાર્યક્રમમાં ઉદબોધન કરતાં મંત્રીએ ડાંગની સહભાગી વન વ્યવસ્થા, પરંપરાગત વન ઔષધિઓનું જ્ઞાન ધરાવતા વૈધરાજો/ભગત મંડળીના સભ્યો, તથા જુદી જુદી વન યોજનાઓના લાભાર્થીઓની સાથે મળીને વન સંપદા, વનૌષધિઓનું વાવેતર કરી તેના જતન, સંવર્ધનની હિમાયત કરી હતી. 
ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને જાળવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે, તેમ જણાવતા રાજયના વન પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે, ડાંગની ઓળખસમા જંગલોની ગીચતા વધારવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવાની અપીલ કરી હતી.
જરૂરિયાતમંદ કુટુંબ/પરિવારોને વન વિભાગની કલ્યાણ યોજનાઓમાં અગ્રિમતા આપી, જંગલો ઉપરનું ભારણ ઘટાડવાની અપીલ કરતાં વનમંત્રીએ, ડાંગના પ્રવેશદ્વાર એવા વઘઇ સ્થિત બોટનિકલ ગાર્ડન ખાતે ‘બામ્બુ હાટ બજાર’નું આયોજન કરીને વન વિભાગે, મૂલ્યવાર્ધિત ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણથી આદિવાસી પરિવારોની આજીવિકામાં વધારો થશે તેમ જણાવ્યુ હતું.
વાંસ અને તેના વિવિધ ઉત્પાદનોના તાલીમ કેન્દ્રની મુલાકાત પણ એક યાદગાર સંભારણું છે તેમ જણાવતા મંત્રી મુકેશ પટેલે ‘વાંસ’ને ‘તૃણ’ ની કેટેગરીમાં સમાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ ખૂબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ ઉમેર્યું હતું. 
આદિવાસી કલ્યાણ અર્થે વનબંધુ યોજનાનુ કદ અને બજેટ વધારાની વિભાવના સ્પસ્ટ કરવા સાથે સહભાગી વન વ્યવસ્થાના લાભાર્થીઓના પ્રતિભાવો અહીની સફળતા વર્ણવી રહ્યા છે તેમ પણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતું. ડાંગના જંગલનું રક્ષણ કરવાના ભાગરૂપે અહીના રાજવી પરિવારોને અપાતાં વાર્ષિક સાલિયાણા-શિરપાવનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ સ્થાનિક પ્રજાજનો જંગલનું સાચું મૂલ્ય સ્વયં સમજે તે આવશ્યક છે તેમ જણાવી જંગલ જાળવણીની જૂની પરંપરાગત પદ્ધતિઓના પુનઃ ઉત્થાનની પણ હિમાયત કરી હતી. 
સહભાગી વન વ્યવસ્થાના સદસ્યોની આવક વૃદ્ધિ માટે નવી યોજનાઓ, પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કરવાની નેમ વ્યક્ત કરતાં મંત્રી મુકેશ પટેલે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોને કારણે અગ્રેસર થઈ રહેલા ‘પ્રાકૃતિક ડાંગ’ અભિયાનનો વ્યાપ વધારતા રાજ્યના અન્ય વિસ્તારોને પણ પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં આવરી લઈ, સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ કહ્યું હતું. ડાંગના પ્રાકૃતિક વ્યંજનો, ધન ધાન્યોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રશાસન અને સરકારના પ્રયાસોની જાણકારી આપતા વનમંત્રીએ, વડાપ્રધાનના ‘મિલેટ વર્ષ’ની થીમ સાથેની ઉજવણી તેને વધુ લોકભોગ્ય બનાવશે તેમ જણાવ્યુ હતું. 
ડાંગના પરંપરાગત આયુર્વેદિક ઔષધિય જ્ઞાનનો લાભ અને વ્યાપ વધારવા સાથે ભાવિ પેઢીને એક અણમોલ વારસો આપી જવાની અપીલ કરતાં મંત્રીએ, હઠીલા રોગોને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા આયુર્વેદ વનોષધીઓમાં મોજૂદ છે તેમ જણાવ્યુ હતું.લુપ્ત થતી વનૌષધીઓના વ્યાપક વાવેતર સાથે સૌને જંગલ જાળવણીના વન વિભાગના પ્રયાસોમાં સહભાગી બનવાની હિમાયત પણ વનમંત્રીએ આ વેળા કરી હતી. 
15.43 કરોડનો લાભ
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ‘વન આયુષ મહોત્સવ-૨૦૨૩’ દરમિયાન વન વિભાગની માલકી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૧૬ લાભાર્થીઓને ૪૪.૪૨ કરોડ, અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ૨૪૫૭ લાભાર્થીઓને ૫૬.૫૧ કરોડ મળી કુલ ૩૪૭૩ લાભાર્થીઓને રૂ. ૧૦૦.૯૩ કરોડનો લાભ આપવામાં આવેલ છે. તદઉપરાંત સને 2022-23માં 562 લાભાર્થીઓને કુલ: ૧૫.૪૩ કરોડનો લાભ આપવામાં આવેલ છે.
વનલક્ષ્મી યોજના
વનલક્ષ્મી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૪ જે.એફ.એમ.સી મંડળીઓને ૬.૫૯ કરોડ, અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ૩૩ જે.એફ.એમ.સી મંડળીઓને ૩.૬૭ કરોડ મળી વન વિભાગ ડાંગ દ્વારા કુલ ૭૦ જે.એફ.એમ.સી મંડળીઓને રૂ.૧૦.૨૬ કરોડનો લાભ આપવામાં આવેલ છે. તદઉપરાંત વન વિભાગ દ્વારા સને ૨૦૨૨-૨૩ માં ૨૧ જે.એફ.એમ.સી મંડળીઓને કુલ: ૧.૬૭ કરોડનો લાભ આપવામાં આવેલ છે.
વન વિભાગ ડાંગ દ્વારા ડાંગ જિલ્લામાં ક્લસ્ટર ડેવલોપમેન્ટ યોજના હેઠળ સને ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધી કુલ ૧૩૨ ગામોને આવરી લીધેલ છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ અને આજીવિકા વૃદ્ધિ થાય જેના માટેની કામગીરી કરવામા આવેલ છે. આ કામો વિવિધ સ્વસહાય જુથો અને ગ્રામ્ય સમિતિઓ બનાવી તાલીમ આપી પ્રવૃતિ કરાવવામાં આવે છે.  અત્યાર સુધી જિલ્લાના ૧૩૨ ગામોના ૮૭૭૬ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

Panchmahal : હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી

featured-img
video

Surat : Birsamunda University ભરતીને લઈ વિરોધ, Manish Doshi એ આ મુદ્દે શું કહ્યું?

featured-img
video

Ahmedabad : ચાંદખેડાની સાકાર સ્કૂલને નોટિસ, વાલીઓ પાસેથી બે ના બદલે ત્રણ ટર્મ ફી વસૂલી હતી

featured-img
video

Banaskantha : ધાનેરામાં ગામના લોકોનો વિરોધનો અનોખો અંદાજ - નથી જવું...નથી જવું... વાવ થરાદ નથી જવું

featured-img
video

જગ વિખ્યાત મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવનાં પ્લેટફાર્મ પર પ્રથમવાર ટ્રાન્સજેન્ડરે કર્યું પરફોર્મ

featured-img
video

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં પદયાત્રા કરશે

×

Live Tv

Trending News

.

×