Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું "ઘર ચાલે તેમ નથી"

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) નો અંત જણાતો નથી. આજે સ્માર્ટ વિજ મીટરથી ત્રસ્ત સુભાનપુરાના રહીશો દ્વારા સ્થાનિક વિજ કચેરીએ પહોંચીને અનોખી રીતે વિરોખ નોંધાવ્યો હતો. આજે સ્માર્ટ વિજ મીટરનું બેસણું રાખવામાં...
vadodara   સ્માર્ટ વિજ મીટરનું બેસણું  મહિલાએ કહ્યું  ઘર ચાલે તેમ નથી

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) નો અંત જણાતો નથી. આજે સ્માર્ટ વિજ મીટરથી ત્રસ્ત સુભાનપુરાના રહીશો દ્વારા સ્થાનિક વિજ કચેરીએ પહોંચીને અનોખી રીતે વિરોખ નોંધાવ્યો હતો. આજે સ્માર્ટ વિજ મીટરનું બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી. અને સ્માર્ટ મીટર પરત લઇ જુના મીટર આપવાની માંગ દોહરાવી હતી. અગાઉ આ જ વિજ કચેરીએ સ્થાનિકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.

Advertisement

સ્માર્ટ વિજ મીટરનું બેસણું

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું મતદાનપૂર્ણ થયા બાદથી સ્માર્ટ વિજ મીટરને લઇને વિરોધ જોવા મળી રહ્યો છે. જે આજદિન સુધી યથાવત છે. લોકોનો વિરોધ પારખી જઇને વિજ કંપની દ્વારા ચેક મીટર લગાડવાની જાહેરાત કરવામાં આવી હતી. જે સ્માર્ટ મીટર સાથે જ લાગશે. અને તેમાં પણ તે મુજબ જ રીડીંગ પડશે. છતાં આ વિરોધ શાંત થવાનું નામ નથી લેતો. આજે સુભાનપુરા વિજ કંપનીની કચેરી ખાતે સ્માર્ટ વિજ મીટરનું બેસણું યોજવામાં આવ્યું હતું. જેમાં સ્માર્ટ વિજ મીટરના ફોટાને ખુરશી પર મુકીને તેના પર ફુલની માળા ચઢાવવામાં આવી હતી.

Advertisement

આ લોકો સાંભળતા નથી

અગ્રણી વિરેન રામીએ કહ્યું કે, અમે સુભાનપુરા વિજ કંપનીની કચેરી ખાતે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ જુના મીટર જોઇએ છે, સ્માર્ટ મીટરો ગરીબ અને મધ્યમવર્ગના ઘરે નાંખ્યા છે. તેનું જબરદસ્ત બીલ આવે છે, તે પોષાય તેમ નથી. જુના મીટર આપી દો, વારંવાર રજૂઆત કરી છતાં આ લોકો સાંભળતા નથી. એટલે આજે સ્માર્ટ વિજ મીટરનું બેસણું રાખ્યું છે.

Advertisement

અહિંયા આવીને મરવું પડશે

વિરોધ કરનાર મહિલા કમળાબેન દરજીએ કહ્યુ કે, અમે ઓછુ કમાવવા વાળા, બંગ્લે કામ કરીએ, મહિને પૈસા આવે છે. આ મીટરમાં 10 દિવસે પૈસ નાંખવાના, પૈસા હોય તો નાંખીએ ને, છોકરાઓ નાના નાના હોય, લાઇટ જતી રહે, પૈસા નાંખીએ તો જ લાઇટ ચાલશે. અમારી પાસે ફોન નથી. મોંઘવારી વધી ગઇ છે, અમારૂ ઘર ચાલે તેમ નથી, પણ અમારે જીવવું પડે. આ મીટરને લઇને એવું લાગે છે કે, અહિંયા આવીને મરવું પડશે, જીવાય તેમ નથી. મોંઘવારી ઘણી વધી ગઇ છે. તમે જુઓ અમે કેવી રીતે જીવી રહ્યા છીએ. 10 વાગ્યા સુધી બેસીએ છીએ, લાઇટબીલ ઓછુ આવે. અહિંયા આવીને મરવાની તૈયારી કરી હતી. બધાએ તેવું ન કરવાનો ફેંસલો કર્યો. અમે બહુ હેરાન થઇ ગયા છે. સરકારને રહેવું કે મોંઘવારી ઓછી કરે.

આ પણ વાંચો -- WEATHER UPDATE : રાજ્યમાં લોકોને મળશે ગરમીથી રાહત, ટૂંક સમયમાં જ થશે મેઘરાજનું આગમન

Tags :
Advertisement

.