Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના ટ્રાયબલ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી, બાળકોને મનોરંજન સાથે અપાઈ રહ્યું છે ઉચ્ચ શિક્ષણ

ભૂતકાળમાં ગામડાઓમાં સરકારી શાળા અને આંગણવાડીઓ જર્જરિત જોવા મળતી હતી. વાલીઓ પોતાના બાળકોને આંગણવાડી મોકલતા પણ ડરી રહ્યા હતા પરંતુ સરકારે સમગ્ર રાજ્યમાં બાળકો મનોરંજન સાથે ભણી શકે એ માટે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે આ સ્માર્ટ આંગણવાડીમાં એવી સુવિધાઓ વિકસાવાઇ છે કે બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળી રહે.ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી પૈકિ 4 સ્માર્ટ આંગણવાડી આમતો રાજ્ય સરકારàª
સુરતના ટ્રાયબલ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી  બાળકોને મનોરંજન સાથે અપાઈ રહ્યું છે ઉચ્ચ શિક્ષણ
ભૂતકાળમાં ગામડાઓમાં સરકારી શાળા અને આંગણવાડીઓ જર્જરિત જોવા મળતી હતી. વાલીઓ પોતાના બાળકોને આંગણવાડી મોકલતા પણ ડરી રહ્યા હતા પરંતુ સરકારે સમગ્ર રાજ્યમાં બાળકો મનોરંજન સાથે ભણી શકે એ માટે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે આ સ્માર્ટ આંગણવાડીમાં એવી સુવિધાઓ વિકસાવાઇ છે કે બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળી રહે.

ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી પૈકિ 4 સ્માર્ટ આંગણવાડી 
આમતો રાજ્ય સરકારનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે અને તેમાંય ગામડાના બાળકોને સારુ શિક્ષણ મળે બાળકીઓ ભણી શકે એ માટે કન્યા કેળવણી અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ ગામડાઓની સરકારી શાળા અને આંગણવાડીઓમાં જરૂરી સુવિધાઓના અભાવે ગામડામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હતું. અને હમેશા ગુજરાતમાં શિક્ષક પર સવાલો ઉઠતા રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે શિક્ષણ નીતિ સુધારવાના સાથે શાળા અને આંગણવાડી ને આધુનિક બનાવવા હવે કમર કસી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ આંગણવાડી શરૂ કરાઈ છે.ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે જેમાં ચાર આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાઈ છે અને તેની અસર બાળકો પર સકારાત્મક થઇ છે જ્યાં બાળકો આંગણવાડી આવતા ડરતા હતા એ બાળકો ઉત્સાહ ભેર આંગણવાડી પોહચી મનોરજન સાથે ભણી રહ્યા છે.

21 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે
સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકા એવા ઉમરપાડા તાલુકાના કાલીઝામર, ઝરપણ, કળવીદાદરા અને  શામપુરા ગામે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. બાળકોમાં શારીરિક, બોદ્ધિક વિકાસની થીમ સાથે શિક્ષણ શરૂ કરાયું છે. તાલુકામાં કુલ 21 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. આ આંગણવાડી માં સ્ટોર રૂમ, ટીવીરૂમ, ડિજિટલ બોર્ડ, સ્ટાઈલિશ બેઠક વ્યવસ્થા, અવનવા રમકડાંઓની સુવિધા રાખવામાં આવી છે.ખાસતો રગબેરંગી ચિત્રો, આલ્ફાબેટ થી દીવાલો રંગવામાં આવી છે. આ ચાર સ્માર્ટ આંગણવાડી પાછળ 44 લાખનો ખર્ચ કરાયો છે. રાજ્ય સરકાર ની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો મારફતે લાભાર્થીઓને પોષણ,આરોગ્યની ચિંતા પણ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં 14 ઘટકોમાં 1733 આંગણવાડી કાર્યરત છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર હવે શિક્ષણ તરફ દયાન કેન્દ્રીત કરી દિલ્હી મોડલને ટક્કર આપવા હવે ગુજરાત મોડલ ને આધુનિક બનાવવા પ્રયત્નશીલ બની છે.ત્યારે સ્માર્ટ આંગણવાડી બનતા બાળકોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.