આશા વર્કરની બહેનોનું આંદોલન આક્રમક બન્યું, DDOને કરાઈ રજૂઆત
ભરૂચ શહેરમાં આશા વર્કરની બહેનોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આશા વર્કરની બહેનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતેથી રેલી યોજી ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા છે પરંતુ જિલ્લા પંચાયતના ડીડીઓ મહિલાઓની રજૂઆત સાંભળવા તૈયાર ન હોય અને કેબિનની બહાર ન આવતા આશા વર્કરની બહેનોએ ડીડીઓની ઓફિસના દરવાજાની બહાર રામધૂન બોલાવવા સાથે આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છેઆશા વર્કર
Advertisement
ભરૂચ શહેરમાં આશા વર્કરની બહેનોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આશા વર્કરની બહેનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતેથી રેલી યોજી ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા છે પરંતુ જિલ્લા પંચાયતના ડીડીઓ મહિલાઓની રજૂઆત સાંભળવા તૈયાર ન હોય અને કેબિનની બહાર ન આવતા આશા વર્કરની બહેનોએ ડીડીઓની ઓફિસના દરવાજાની બહાર રામધૂન બોલાવવા સાથે આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે
આશા વર્કરની બહેનોને સમાન કામ સમાન વેતનની માંગ સાથે વધારાનું કામ સોંપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે તેમજ અધિકારીઓ દ્વારા આશા વર્કરની બહેનોને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આશા વર્કરની બહેનોએ હવે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે અને ભરૂચ કલેકટર કચેરી ખાતે તમામ આશા વર્કરની બહેનો એકત્ર થઈ હતી જ્યાંથી રેલી સ્વરૂપે નીકળી ભરૂચ શક્તિનાથ સેવાશ્રમ રોડ પાંચ બત્તી થઈ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયત સંકુલમાં પણ મોટી માત્રામાં આશા વર્કરની બહેનોએ પ્રવેશદ્વાર નજીક બેસી જઈ રામધૂન બોલાવી ઉગ્ર આંદોલન કરવા સાથે ડીડીઓ સાહેબ મહિલાઓની સમસ્યા અને તેઓની વેદના સાંભળવા નીચે આવે પરંતુ ન આવતા ડીડીઓના નામથી રામધૂન બોલાવી હતી સાથે જ મહિલાઓએ બળજબરીપૂર્વક જિલ્લા પંચાયતનો દરવાજો ખોલી ડીડીઓ ઓફિસ સુધી પહોંચી ગયા હતા અને ડીડીઓ ઓફિસમાં પણ ડીડીઓ સાહેબને મળવા માટે માત્ર પાંચ બહેનો આવે તેવી વાતના પગલે બહેનોનો ગુસ્સો પુનઃ આસમાને પહોંચી ગયો હતો અને બહેનોએ પણ ડીડીઓ ઓફિસની બહાર જ રામધૂન બોલાવી ઉગ્ર આંદોલન કર્યું હતું.
ડીડીઓ બહેનોની વેદના સાંભળવા અને તેમની રજૂઆત સાંભળવા માટે ઓફિસની બહાર નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખનાર હોવાની ચીમકી સાથે આંદોલન યથાવત રાખનાર ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું છે અને આગામી 30મીના રોજ તમામ આશા વર્કરની બહેનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી ગઈ છે. પરંતુ જ્યાં સુધી ડીડીઓ મહિલાઓની રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી મહિલાઓ ડીડીઓ સાહેબની કેબિનની બહાર આંદોલનને યથાવત રાખનાર હોવાનું રટણ કર્યું છે
6 કલાક સુધી ચાલેલા મહિલાઓના ઉગ્ર આંદોલનના પગલે ડીડીઓએ પણ પોતાની કેબિન છોડી આશા વર્કરની બહેનોની રજૂઆત સાંભળવા માટે બહાર આવવું પડ્યું હતું અને આશા વર્કરની બહેનોને પરથી હાલાકી મુદ્દે બહેનોએ ડીડીઓને રજૂઆત કરી તેઓની સમસ્યાનો અંત લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી ૬ કલાક બાદ આંદોલનનો અંત આવ્યો હતો.