VADODARA : શહેર પ્રમુખના નિવેદન બાદ BJP MLA નો વળતો પ્રહાર
VADODARA : વડોદરામાં ભાજપ (VADODARA BJP) ના સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલનો અભાવ વધુ એક વખત ખુલીને સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીઓ જમીન અંગેની ફાઇલો બાબતે પત્ર લખ્યો હતો. જે બાદ વડોદરા ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ઘણાબધા સળગતા પ્રશ્નો એવા છે જેમની તેમના દ્વારા યોગ્ય જગ્યા પર રજુઆત થાય તેવી અમારી લાગણી અને વિનંતી છે. બાદમાં યોગેશ પટેલે નામ લીધા વગર વળતો પ્રહાર કરતા કહ્યું કે, મારી પાસે ખજાનો છે.
એવું ના લાગે કે માઠુ થયું
વડોદરાના સિનિયર ધારાસભ્ય જણાવે છે કે, કલેક્ટર કચેરીએ જે થાય છે તે લોકોને ધક્કા ખવડાવવાના ધંધા છે. રજુઆત બાદ ના થયું હોય તેવું બન્યું જ નથી. પછી (આગેવાની) લઇશ તો તેમને એવું ના લાગે કે માઠુ થયું આ. મારી પાસે બધુ બહુ છે, ખજાનો છે બધો, મારે જે કંઇ હોય સરકારને કહેવાનું હોય. આમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના નિવેદન બાદ તેમણે નામ લીધા વગર આડકતરો પ્રહાર કરી દીધો હતો. જેને લઇને શહેર સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલનો અભાવ હોવાનું વધુ એક વખત સામે આવ્યું હતું.
ખળભળાટ મચી જવા પામ્યો
તાજેતરમાં વડોદરા (VADODARA) ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, પત્રમાં તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં એન. એ.ના હુકમો, નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, બિનખેડુતને ખેડુત ગણી જમીનના હુકમો, તથા સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રીપોર્ટ – 7 દિવસમાં જાહેર કરવા જણાવ્યું હતું. જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ જણાવે છે કે, વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ ભાઇ પટેલે તેમણે વર્તમાન પત્ર દ્વારા જાણવા મળ્યું કે, ખુલ્લો પત્ર લખ્યો છે. તેમના પત્રમાં એનએ અને જમીનના સંદર્ભમાં વાતો મુકી છે. વડોદરા શહેરના ઘણાબધા સળગતા પ્રશ્નો એવા છે જેમની તેમના દ્વારા યોગ્ય જગ્યા પર રજુઆત થાય તેવી અમારી લાગણી અને વિનંતી છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય સમયથી તેની માટે કામ કરવા માટે રજુઆત કરતા આવ્યા છીએ. ભૂતકાળમાં મુખ્યમંત્રી અને અન્ય કક્ષાએ જે કંઇ રજુઆતો પાર્ટી, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધીઓના માધ્યમથી થઇ છે, તેમાં પણ તેઓ હાજર રહ્યા છે. તેવા જે કોઇ કામમાં પણ તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે, અને બાકીના કામો પૂર્ણ થાય તેવી મારી તેમને વિનંતી છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના સિક્યોરિટી ઓફીસરના વર્તન અંગે VC ને ટકોર કરીશું – સાંસદ