Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RJD અને JDUના ગઢબંધન અંગે લાલુએ તોડ્યું મૌન, હનુમાન ચાલીસ વિવાદ અંગે આપી પ્રતિક્રિયા

દિલ્હી AIIMSમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિહારમાં JDU સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે.  લાલુએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને હનુમાન ચાલીસા વિવાદ પર પણ ટિપ્પણી કરી છે. લાલુ યાદવને બુધવારે સાંજે દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ તેમની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા.નીતિશ સાથે ગઠબંધન થશે? જ્યારે લાલુ ય
rjd અને jduના ગઢબંધન અંગે લાલુએ તોડ્યું મૌન  હનુમાન ચાલીસ વિવાદ અંગે આપી પ્રતિક્રિયા
દિલ્હી AIIMSમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિહારમાં JDU સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે.  લાલુએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને હનુમાન ચાલીસા વિવાદ પર પણ ટિપ્પણી કરી છે. લાલુ યાદવને બુધવારે સાંજે દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ તેમની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા.
નીતિશ સાથે ગઠબંધન થશે? 
જ્યારે લાલુ યાદવને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે તેઓ બિહારમાં JDU  સાથે ગઠબંધન કરશે તો લાલુ યાદવે કહ્યું કે એવું કંઈ નથી, અમે અમારી પાર્ટીને વધુ મજબૂત કરી રહ્યા છીએ. અત્યારે અમે ગઠબંધન વિશે વિચારી રહ્યા નથી. આ પછી પત્રકારોએ પૂછ્યું કે તમારા મોટા પુત્ર તેજ પ્રતાપે ટ્વીટ કરીને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ગઠબંધનના સંકેત આપ્યા છે. તેના પર લાલુએ કહ્યું કે તે અમારો પુત્ર છે અને દરેકને બોલવાની અને લખવાની સ્વતંત્રતા છે. પરંતુ હું રાષ્ટ્રીય અધ્યક્ષ છુ તો નિર્ણય અમે જ લઈશું ને?
મંદિરમાં હનુમાન ચાલીસા વાંચોઃ લાલુ
દેશમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદ પર પ્રતિક્રિયા આપતા લાલુ યાદવે કહ્યું કે આ ખૂબ જ ખોટી વાત છે. દેશના ટુકડા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે મસ્જિદ પાસે કેમ જાઓ છો? હનુમાન ચાલીસા વાંચવી હોય તો મંદિરમાં વાંચો. પરંતુ તેને હેરાન કરવામાં આવે છે કે તેઓ પ્રતિક્રિયા આપે છે અને દેશમાં દંગા થઇ રહ્યા છે. આ દેશ માટે સારું નથી.
પ્રશાંત કિશોરને લઈને  આપ્યું  નિવેદન
RJD  અધ્યક્ષ  લાલુ પ્રસાદ યાદવે પણ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું કે તેઓ દેશભરમાંથી ફર્યા અને કોઈએ તેમને સ્વીકાર્યા નહીં. હવે જ્યારે બધા સ્થળ પરથી પાછા ફર્યા છે, તેઓ એવી જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં રહેવાની જગ્યા નહીં રહે.
Advertisement
Tags :
Advertisement

.