ટીમ ઈન્ડિયાની બેક ટૂ બેક જીત, નેધરલેન્ડને 56 રને હરાવ્યું
ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે બીજી મેચ ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહ્યો હતો. જીહા, પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે નેધરલેન્ડની ટીમ માત્ર 123 રન કરી શકી હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે 56 રને જીત મે
Advertisement
ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે બીજી મેચ ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહ્યો હતો. જીહા, પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે નેધરલેન્ડની ટીમ માત્ર 123 રન કરી શકી હતી.
ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે 56 રને જીત મેળવી છે.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, તે પછી રોહિત અને વિરાટનું બેટ શાંત ન રહેતા સ્કોર બોર્ડ આગળ વધ્યું હતું. બંને ટીમોની આ બીજી મેચ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નેધરલેન્ડ સામે 180 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતને આ સ્કોર સુધી પહોંચાડવામાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની અડધી સદી સામેલ છે. ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ 95 રનની ભાગીદારી કરી
નેધરલેન્ડ સામે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. પરંતુ 11.4 ઓવરમાં રોહિત શર્માની વિકેટ પડી ગયા બાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ નેધરલેન્ડના બોલરોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં 51 રન બનાવ્યા હતા.
મેચની સ્થિતિ
પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી જીત નોંધાવી છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. બોલરોમાં ભુવનેશ્વર, અર્શદીપ, અક્ષર અને અશ્વિને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શમીએ પણ એક વિકેટ પોતાના નામે કરી હતી.
Advertisement