ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મેયરનો વિદેશ પ્રવાસ નક્કી

VADODARA : વડોદરાના પ્રથમ નાગરિક મેયર (VADODARA MAYOR - PINKIBNEN SONI) પિંન્કીબેન સોની વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. આ વાતની પુષ્ટિ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી છે. જુલાઇ માસમાં મેયર બે દિવસીય ઇન્ડોનેશિયાના જકાર્તાના મુલાકાતે જશે....
12:48 PM May 23, 2024 IST | PARTH PANDYA
MAYOR OF VADODARA - PINKIBEN SONI

VADODARA : વડોદરાના પ્રથમ નાગરિક મેયર (VADODARA MAYOR - PINKIBNEN SONI) પિંન્કીબેન સોની વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. આ વાતની પુષ્ટિ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી છે. જુલાઇ માસમાં મેયર બે દિવસીય ઇન્ડોનેશિયાના જકાર્તાના મુલાકાતે જશે. તેનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર હોવાનું સપાટી પર આવ્યું છે.

વિદેશ પ્રવાસ બે દિવસનો

વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત મેયર ફોરમમાં તેઓ ભાગ લેવા માટે જઇ રહ્યા છે. આ વિદેશ પ્રવાસ બે દિવસનો રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી માત્ર વડોદરાના મેયર આ ફોરમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે. આ ફોરમનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે તેમ જાણવા મળી રહ્યું છે.

મંજુર કરવામાં આવ્યો

ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, 2 - 4 જુલાઇ, 2024 સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક બાબતોને વિભાગ દ્વારા સસ્ટેઇનેબલ ડેવલોપમેન્ટ્સ ગોલ અંતર્ગત મેયર ફોરમનું જાકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. આ બાબત આજે સ્થાઇમાં મેયરને જાકાર્તા ખાતે જવા માટે મંજૂરીનો મુદ્દે મુકવામાં આવ્યો હતો. તે મંજુર કરવામાં આવ્યો છે.

ગર્વની લાગણી

સુત્રોના જણાવ્યા અનુસાર, પિન્કીબેન સોની મેયર બન્યા બાદ પ્રથમ વખત વિદેશના પ્રવાસે જઇ રહ્યા છે. જેની મંજુરી સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે. ત્યાં જઇને મેયર શું સંબોધન કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે. ગુજરાતમાંથી વડોદરાના મેયરની આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હાજરીને લઇને વડોદરાવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ડ્રેનેજનું પાણી મિશ્રિત થતા તીવ્ર દુર્ગંધ ફેલાઇ

Tags :
forforumIndonesiaJakartaMayorpinkibensonisoontoTravelVadodara
Next Article