Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટુંક સમયમાં જ પાકિસ્તાનના ચાર ટુકડા થઇ જશેઃ બાબા રામદેવ

74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર, યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને દેશમાં સનાતન પરંપરા સાથે જોડાયેલા મહાપુરુષોના અપમાન પર નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ પાકિસ્તાનને લઈને એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ટૂંક સમયમાં ચાર ભાà
ટુંક સમયમાં જ પાકિસ્તાનના ચાર ટુકડા થઇ જશેઃ બાબા રામદેવ
Advertisement
74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર, યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને દેશમાં સનાતન પરંપરા સાથે જોડાયેલા મહાપુરુષોના અપમાન પર નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ પાકિસ્તાનને લઈને એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ટૂંક સમયમાં ચાર ભાગમાં વહેંચાઈ જશે.
બલુચિસ્તાન પણ ભારતમાં ભળી જશેઃ રામદેવ 
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન નાદારીની આરે છે,આ અંગે બાબા રામદેવે કહ્યું કે બલૂચિસ્તાન, પીઓકે, પંજાબ, સિંધ હવે અલગ રાષ્ટ્ર બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાન એક નાનો દેશ રહેશે. PoK ભારતમાં ભળી જશે, ત્યારબાદ બલૂચિસ્તાન પોતે જ કહેશે કે તેઓ ભારતમાં જોડાવા માંગે છે. ટૂંક સમયમાં પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ જશે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતમાં ભળી જશે. પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન પણ ભારતમાં ભળી જશે, ભારત મહાસત્તા બનશે.

સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપીશુંઃ રામદેવ 
યોગ ગુરુ બાબા રામદેવ કહે છે કે 74મા ગણતંત્ર દિવસ પર આપણે સંકલ્પ લઈએ કે દેશને આર્થિક ગુલામી, શિક્ષણ, તબીબી લૂંટ અને ગરીબીમાંથી મુક્ત કરાવીશું.  અને આપણા સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપીને ગુલામીની નિશાનીઓ દુર કરીશું.  આજે આપણે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ થવું પડશે, તો ભારત સમગ્ર વિશ્વનું ગૌરવ બનશે.
'ચમત્કારના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે'
સનાતન પરંપરા સાથે જોડાયેલા મહાપુરુષોને લઈને ઘણા લોકો દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને ચમત્કાર અને દેખાડાના નામે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એ સાચું છે કે ભૌતિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે. બાબા રામદેવનું કહેવું છે કે દેશમાં ધાર્મિક ગ્રંથો અને સનાતન પરંપરાના મહાપુરુષોને બદનામ કરવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો ભારત વિરોધી છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે આ કામ કરી રહ્યા છે, જેથી ભારતનું અપમાન થાય. દેશવાસીઓએ તેમનો સખત વિરોધ કરવો જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

Brijraj Gadhvi અને Devayat Khavad નો ક્યારે અટકશે વિવાદ? વધુ એક Video Viral

featured-img
video

Rajkot માં SOG Police એ દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

featured-img
video

Amreli Letter Kand । Reshma Solanki ની Congress ના આગેવાનોને ટકોર

featured-img
video

Gandhinagar : CM Bhupenddra Patel નાં હસ્તે Global Patidar બિઝનેસ સમિટનો શુભારંભ

featured-img
video

Gujarat નાં Finance Minister Kanubhai Desai આ દિવસે રજૂ કરશે બજેટ!

featured-img
video

HMPV Virus ને લઈ Morari Bapu ની લોકોને સલાહ

×

Live Tv

Trending News

.

×