Surat ના મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો, આવ્યું વિવાદિત નિવેદન
Sura: ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...' મેયરનાં સંબોધનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.