Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ, અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણા સાફ કરવા આવે છે 

અહેવાલ----શક્તિસિંહ રાજપૂત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ત્યારે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખસંપન્ન પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રક્ષાલન વિધિ રવિવારે યોજાશે તેવી માહીતી મીડિયાને આપવામાં આવી...
અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ  અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણા સાફ કરવા આવે છે 
અહેવાલ----શક્તિસિંહ રાજપૂત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ત્યારે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખસંપન્ન પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રક્ષાલન વિધિ રવિવારે યોજાશે તેવી માહીતી મીડિયાને આપવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે દેશભરથી માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહામેળા બાદ હવે રવિવારે પ્રક્ષાલન વિધિ યોજાશે. અમદાવાદથી સોની પરીવાર ખાસ આ વિધિમાં માતાજીના સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ કરવા આવે છે.
અમદાવાદથી સોની પરિવાર આવશે
અમદાવાદથી વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં અમદાવાદના ખાડિયાનો સોની પરીવાર અંબાજી મંદિર ખાતે મહામેળો પુર્ણ થયા બાદ આવે છે. બપોર બાદ માતાજીના દર્શન બંધ થાય છે અને આ વિધિ શરૂ થાય છે. અંબાજી મંદિર અને આખા પરિસરને પાણીથી ધોવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે આ વિધિ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભટ્ટજી મહારાજની આગેવાની માં યોજાય છે. માતાજીના તમામ સવારીઓ, સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ સોની પરીવાર પરીવાર સાથે આવી ભાગ લે છે. આ દિવસે વિવિધ વીઆઇપી પણ દર્શન કરવા અને વિધિમાં ભાગ લેવા આવે છે.
રવિવારના દર્શનનો સમય 
દર્શન સવારે :- 7:30 થી 11:30
દર્શન બપોરે :- 12:30 થી : 1: 30
રાત્રે આરતી :- 9 વાગે
1/10/2023 થી અંબાજી મંદિરનો દર્શન સમય રાબેતા મુજબ રહેશે
કેમ થાય છે આ વિધિ 
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાદરવી મહામેળામાં દર્શન કરવા આવેલા આટલા બધા ભક્તોમાંથી કોઈક ભક્તો દ્વારા પવિત્રતા ન જળવાઈ હોય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ યોજાય છે.
Advertisement
Tags :
Advertisement

.