Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બાકી ગેસ બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં બાકી ગેસ બીલના (GAS BILL DUE PAYMENT SCAM) નામે પૈસા પડાવતી ઠગ ટોળકી સક્રિય બની હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં શહેરના જુના પાદરા રોડ પર આવેલી જયલક્ષ્મી સોસાયટીમાં રહેતા અનેક રહીશોને અજાણ્યા નંબર...
05:14 PM Jul 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં બાકી ગેસ બીલના (GAS BILL DUE PAYMENT SCAM) નામે પૈસા પડાવતી ઠગ ટોળકી સક્રિય બની હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં શહેરના જુના પાદરા રોડ પર આવેલી જયલક્ષ્મી સોસાયટીમાં રહેતા અનેક રહીશોને અજાણ્યા નંબર પરથી બાકી ગેસ બીલ હોવાથી કનેક્શન કાપવા માટેના ફોન આવ્યા હતા. જે બાદ જેમના બીલ ભરાયેલા હતા તેમણે ફોન પર વધુ વાત ટાળી હતી. જો કે, કેટલાક તેવા પણ હતા, જેમના બીલ બાકી હતા. તેમને લિંક મોકલી પૈસા ભરાવવાનું કહીને ઉચાપત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરના કોર્પોરેટરના પતિ જોડે પણ આ પ્રકારે છેતરપીંડિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સાયબર એક્સપર્ટ જણાવે છે કે, તંત્રએ ડેટા લીક ક્યાંથી થયો તેના મુળ સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. તો આ પ્રકારના સ્કેમ આવનાર સમયમાં અટકાવી શકાશે

કનેક્શન કપાઇ જશે

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી બાકી ગેસ બીલના નામે અજાણ્યા લોકોને ફોન આવી રહ્યા છે. ફોન કરનાર દ્વારા ગેસ કંપનીના ગ્રાહકને તેનું નામ, સરમાનું સહિતની વિગતો જણાવીને વિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ ગ્રાકહનું બાકી ગેસ બીલ હોવાના કારણે તેમનું કનેક્શન કપાઇ જશે, તેમ જણાવવામાં આવી રહ્યું છે. જેથી ગ્રાહક ડરીને ફોન કરનારની વાતોમાં આવી જાય છે. અને તેઓ કહે તેમ કરવા જાય છે. પરંતુ હકીકતે આ એક સાયબર ગઠીયાઓ દ્વારા બિછાવવામાં આવેલી જાળ છે. જેમાં ગેસ કનેક્શન કપાઇ જશે તેવી વાતનો ડર બતાવીને તેમના બેંક એકાઉન્ટને સાફ કરવાનો તેમને ઇરાદો છે.

પૈસા ભરાવવાનું કહીને ઉચાપત કરવાનો પ્રયાસ

શહેરના શહેરના જુના પાદરા રોડ પર આવેલી જયલક્ષ્મી સોસાયટીમાં રહેતા અનેક રહીશોને અજાણ્યા નંબર પરથી બાકી ગેસ બીલ હોવાથી કનેક્શન કાપવા માટેના ફોન આવ્યા હતા. જે બાદ જેમના બીલ ભરાયેલા હતા તેમણે ફોન પર વધુ વાત ટાળી હતી. જો કે, કેટલાક તેવા પણ હતા, જેમના બીલા બાકી હતા. તેમને લિંક મોકલી પૈસા ભરાવવાનું કહીને ઉચાપત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી ઘટનામાં શહેરના વોર્ડ 16નાં કોંગ્રેસનાં કોર્પોરેટર અલકાબેનના પતિ શૈલેષ પટેલને અજાણ્યા ગઠીયાઓ દ્વારા ફોન કરીને બાકી ગેસ બીલના નામે ચુનો ચોપડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે ફોન કરનારની ચાલાકીને પકડી પાડી હતી. અને ઘટના બાદ અન્યને સાવચેત કરવા માટે સોશિયલ મીડિયા પર લખીને મુકી દીધું હતું.

મુળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે, અત્યાર સુધી લાઇટ બીલ, ફ્રી રીચાર્જના નામે ઠગાઇના કિસ્સા આવ્યા હતા. હવે બાકી ગેસ બીલના નામે ઠગાઇ વેગ પકડી રહી છે. ગઠીયાઓ લોકોને વિશ્વાસમાં લેવા માટે તેમના નામ, સરનામા અને ફોન નંબર સાથેની વિગતો તેમને જણાવે છે. અને તેમને એપીકે ફાઇલ પણ મોકલી રહ્યા છે. અહીયા સવાલ એ છે કે, તેમના સુધી ગ્રાહકના ગોપનીય ડેટા પહોંચ્યા કેવી રીતે ? ગઠીયાઓ સામે ત્વરીત કાર્યવાહીની સાથે તંત્રએ ડેટા લીક ક્યાંથી થયો તેના મુળ સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. તો આ પ્રકારના સ્કેમ આવનાર સમયમાં અટકાવી શકાશે.

આ પણ વાંચો -- VADODARA : છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત

Tags :
billCallcovercyberdatadueExpertFraudgasleakPaymentsuggesttoVadodara
Next Article