Bill Gates with PM Modi : બિલ ગેટ્સનો વડાપ્રધાન મોદી સાથે સંવાદ; AI, ટેક્નોલોજી ક્રાંતિ અંગે ખુલ્લા મને વાતચીત
Bill Gates with PM Modi : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં અબજોપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક (Co-founder of Microsoft) બિલ ગેટ્સ (Bill Gates) ને મળ્યા હતા. બિગ ગેટ્સ આ મહિનાની શરૂઆતમાં ભારત આવ્યા હતા, જે દરમિયાન તેઓ પીએમ મોદીને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન બંનેએ બદલાતી ટેકનોલોજી, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, વુમન પાવર તેમજ એઆઈ દ્વારા ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ પર ખાસ ચર્ચાઓ અને વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી અને બિલ ગેટ્સ (Bill Gates) એ રમુજી અંદાજમાં ભારતની ચર્ચાઓ કરી હતી.
બિલ ગેટ્સે પીએમ મોદી સાથે કરી ખાસ વાત
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં પીએમ મોદી (PM Modi) ટેક દિગ્ગજ બિલ ગેટ્સને નમો એપની ખાસ ટેક્નોલોજી વિશે જણાવતા જોવા મળે છે. આ વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, પીએમ મોદીએ બિલ ગેટ્સને નમો એપ દ્વારા સેલ્ફી લેવા માટે કહ્યું. જ્યારે બિગ ગેટ્સે પીએમની સૂચના મુજબ આ કર્યું, ત્યારે બિલ ગેટ્સ આગળની એપ્લિકેશનનો પ્રતિસાદ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
બિલ ગેટ્સ ભારતના પ્રવાસે આવેલા છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિલાની શરુઆતમાં બિલ ગેટ્સ ભારતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને જન કલ્યાણ, મહિલાઓના નેતૃત્વમાં વિકાસ અને કૃષિ અને આરોગ્યમાં નવીનતા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે ચર્ચા કરી. નોંધનીય છે કે પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની આ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો આવતીકાલે એટલે કે 29 માર્ચે રિલીઝ કરવામાં આવશે.
નારી શક્તિ અંગે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે PMનો ઈન્ટરવ્યૂ લીધો હતો. આ દરમિયાન AI, ટેક્નોલોજી ક્રાંતિ અંગે ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ‘ફ્રોમ AI ટૂ ડિજિટલ પેમેન્ટ્સ'ની થીમ પર સંવાદ થયો હતો. આ સાથે આરોગ્ય, શિક્ષણમાં AIના ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યાર બાદ ખેતી, નારી શક્તિ, ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નારી શક્તિ અંગે વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'સાયકલ ચલાવતા નહોતું આવડતું, તે દીકરીઓ આજે ડ્રોન ચલાવે છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ બિલ ગેટ્સને એક જેકેટ દેખાડ્યું હતું. જે રીસાઈકલ મેટેરિયલ્સથી બનેલું છે PM મોદીનું જેકેટ છે.
#WATCH | COMING UP TOMORROW: "From AI to digital payments" Bill Gates and PM Modi interaction from the PM's residence pic.twitter.com/4cn3MuSKrB
— ANI (@ANI) March 28, 2024
બિલ ગેટ્સે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
નોંધનીય છે કે, આ મુલાકાતનો વીડિયો બિલ ગેટ્સે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો હતો. બિલ ગેટ્સે વીડિયો શેર કરતા લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું હંમેશા પ્રેરણાદાયી હોય છે અને ચર્ચા કરવા માટે ઘણા મુદ્દાઓ પણ હોય છે. લોકોની ભલાઈ માટે AI નો ઉપયોગ, dpi, મહિલા આગેવાની વિકાસ, કૃષિ, આરોગ્ય અને આબોહવા અનુકૂલનમાં નવીનતાઓ અને વિશ્વ ભારત પાસેથી કેવી રીતે શીખી શકે તે દરેક બાબતે પર ચર્ચા કરી હતી.’
An insightful interaction with @BillGates. Do watch! https://t.co/wEhi5Ki24t
— Narendra Modi (@narendramodi) March 29, 2024
Don’t miss a very interesting discussion between @BillGates and me, to be streamed at 9 AM today. Our interaction covers a wide range of sectors like technology, healthcare, climate and more…
— Narendra Modi (@narendramodi) March 29, 2024
સાચે જ અદ્ભુત મીટિંગ રહીં હતીંઃ પીએમ મોદી
એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સને જવાબ પણ આપ્યો હતો. તેમણે બિલ ગેટ્સને જવાબ આપતા લખ્યું કે, ‘'સાચે જ અદ્ભુત મીટિંગ! તે ક્ષેત્રોની ચર્ચા કરવામાં હંમેશા આનંદ થાય છે જે આપણા ગ્રહને સુધારશે અને વિશ્વભરના લાખો લોકોને સશક્ત બનાવશે.’