Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં પુર અસરગ્રસ્તોને તાબડતોબ સહાયની ચૂકવણી, ઝડપી સહાય ચૂકવવા શનિવારે પણ બેંકોએ કામ કર્યુ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  તાજેતરમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના પાણી નર્મદા અને મહિસાગર નદીમાં છોડવામાં આવ્યા હતા. અતી ભારે વરસાદ વરસ્યો હોવાથી ઘોડાપૂરના જેવી સ્થિતિ સર્જાઈ હતી. વડોદરા જિલ્લાના ગામોમાં થયેલી અસરને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય...
વડોદરામાં પુર અસરગ્રસ્તોને તાબડતોબ સહાયની ચૂકવણી  ઝડપી સહાય ચૂકવવા શનિવારે પણ બેંકોએ કામ કર્યુ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 

Advertisement

તાજેતરમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના પાણી નર્મદા અને મહિસાગર નદીમાં છોડવામાં આવ્યા હતા. અતી ભારે વરસાદ વરસ્યો હોવાથી ઘોડાપૂરના જેવી સ્થિતિ સર્જાઈ હતી. વડોદરા જિલ્લાના ગામોમાં થયેલી અસરને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ આપવાની થતી રાહત સહાયની ચૂકવણી તાબડતોડ કરવામાં આવી રહી છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં અત્યાર સુધીમાં ૧૨૯૭ પરિવારોને ૯.૯૬ લાખ કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત ગામોમાં ૧૩૦૩ પરિવારોને ઘર વખરી સહાય પેટે રૂ. ૮૮.૦૫ લાખ સહિત કુલ ૯૮.૨ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

રજાના દિવસે બેંકોએ કામગીરી ચાલુ રાખી

Advertisement

મહત્વની વાત કરીએ તો તા. ૨૩ના રોજ બેંકોમાં જાહેર રજા હોવાથી રાહત સહાય ચૂકવવામાં વિલંબ થાય એમ હતો. પરંતુ અસગરસ્ત પરિવારજનોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે કલેક્ટર અતુલ ગોરે એક નિર્ણય કરી ડભોઇ, શિનોર અને કરજણ તાલુકામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની તમામ શાખાઓ ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો. આ બેંકોની શાખાઓ દ્વારા શનિવારની જાહેર રજામાં પણ કામગીરી કરી આ સહાય લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં ચૂકવવાની કામગીરી કરાઇ હતી.

વડોદરા જિલ્લામાં ચૂકવણી કરવામાં આવી 

Advertisement

ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફરથી પાદરા તાલુકામાં ૯૨ પરિવારોને ૧.૦૮ લાખ, વડોદરા ગ્રામ્ય તાલુકામાં ૩૭૨ કુટુમ્બોને રૂ. ૩.૩૨ લાખની ચૂકવી સો ટકા કામગીરી કરવામાં આવી છે. જ્યારે, શિનોર તાલુકામાં ૨૩૭ કટુમ્બોને રૂ. ૧.૮૧ લાખ, ડભોઇમાં ૩૫૪ પરિવારોને રૂ.૧.૪૨ લાખ અને કરજણ તાલુકામાં ૨૪૨ પરિવારોને રૂ. ૨.૩૧ લાખ સહિત કુલ ૯.૯૬ લાખની કેશડોલ્સ પેટે ચૂકવણી કરવામાં આવી છે.

જે પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું તેમને સહાય 

તેવી જ રીતે અસરગ્રસ્ત ગામોમાં જે પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, તેવા પરિવારોને ઘરવખરી નુકસાની સહાય પટે પાદરા તાલુકામાં ૯૨ પરિવારોને રૂ. ૩.૩૯ લાખ, વડોદરા ગ્રામ્ય તાલુકામાં ૩૭૨ કુટુમ્બોને રૂ. ૨૬.૦૪ લાખની સહાય ચૂકવણી કરી સો ટકા કામગીરી કરવામાં આવી છે. શિનોર તાલુકામાં ૨૨૬ પરિવારોને રૂ. ૧૫.૮૨ લાખ, ડભોઇ તાલુકામાં ૩૫૪ પરિવારોને રૂ. ૨૪.૭૮ લાખ અને કરજણ તાલુકામાં ૨૫૯ પરિવારોને રૂ. ૧૭.૯૨ લાખ સહિત કુલ રૂ. ૮૮.૦૫ લાખ ઘરવખરી સહાય પેટે ચૂકવણી કરવામાં આવી છે. બાકીના પરિવારોને તેમના બેંક ખાતાની વિગતો એકત્ર કરી આ સહાય ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.