Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદા પુરના કારણે અસરગ્રસ્ત ગામોના વેપારીઓ માટે રાહત સહાય યોજના જાહેર, આ તારીખ સુધીમાં કરો અરજી

રાજ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું હતું. ત્યારે હવે નર્મદાના પૂરમાં નુકસાન...
નર્મદા પુરના કારણે અસરગ્રસ્ત ગામોના વેપારીઓ માટે રાહત સહાય યોજના જાહેર  આ તારીખ સુધીમાં કરો અરજી

રાજ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું હતું. ત્યારે હવે નર્મદાના પૂરમાં નુકસાન થયેલા લારી ગલ્લા વાળાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં હવે લારી અને રેકડીવાળાને 5 હજારની સહાય ચૂકવાશે. નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજારની સહાય ચૂકવાશે. મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે અને નાની અને મધ્યમ પાકી દુકાનવાળાને 85 હજારની સહાય ચૂકવાશે. મોટી દુકાન ધરાવનારને 7 ટકાના દરે 20 લાખની લોન સહાય આપવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે લારી અને રેકડીવાળાને સહાય ચૂકવાશે. સરકાર તરફથી સહાય મેળવવા માટે જે તે વેપારીએ મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને અરજી કરવી પડશે. 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે. મળતી જાણકારી અનુસાર નર્મદાના પૂરમાં નુકસાન સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં લારી રેકડી હોય તેઓને ઉચક રૂપિયા 5000 આપવામાં આવશે, જ્યારે સ્થાયી કેબિન 40 ફૂટ સુધીની હોય તેઓને રૂપિયા 20,000 ચૂકવવામાં આવશે. 40 ચોરસ ફૂટથી મોટી સ્થાયી કેબિન હોય તેઓને રૂપિયા 40,000 આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન હોય અને વાર્ષિક ટન ઓવર જીએસટી પ્રમાણે પાંચ લાખ રૂપિયા હોય તેઓને 85 હજાર રૂપિયા આપવામાં આવશે.

પાકી મોટી દુકાન હોય અને જીએસટી પ્રમાણે પાંચ લાખથી વધુનો માસિકતાનો ટન ઓવર હોય તેઓને રૂપિયા 20 લાખ સુધીની લોન ઉપર ત્રણ વર્ષ સુધી 7% ના લેખે વ્યાજ મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધીની સહાય મળશે જેમાં પણ સહાય મેળવનાર વેપારીઓ પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના પુરાવા આવશ્યક રહશે. આ સહાય મેળવવા માટે 31-10-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવશે. આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 અને બે શહેર, વડોદરા જિલ્લાના 31 અને નર્મદા જિલ્લાના 32 ગામોને મળવાપાત્ર થશે.

Advertisement

આ પણ વાંચો : ગુજરાત BSF ના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ કરાઈ

Tags :
Advertisement

.