Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગને લઇને કરાઇ મોટી જાહેરાત

રાજ્ય સરકાર તરફથી સૌથી મોટી જાહેરાત આજે કરવામાં આવી છે. અગાઉથી જ માહિતી વિભાગ દ્વારા મીડિયાને જાણ કરવામાં આવી હતી કે આજે સવારે 9 વાગ્યે જાણ કરવામાં આવશે કે રાજ્ય સરકાર વિધિવત રીતે એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે અને હવે રાજ્ય સરકાર તરફથી તે જાહેરાત કરી દેવામાં આવી છે. મહેસૂલી કાયદાઓની વાત કરીએ તો 24 જેટલા જુના કાયદાઓ નાબૂદ થયા હતા. તેના સંદર્ભમાં આજે રાજ્ય સરકારે મહત્વની સ્પષ્ટ
રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગને લઇને કરાઇ મોટી જાહેરાત
રાજ્ય સરકાર તરફથી સૌથી મોટી જાહેરાત આજે કરવામાં આવી છે. અગાઉથી જ માહિતી વિભાગ દ્વારા મીડિયાને જાણ કરવામાં આવી હતી કે આજે સવારે 9 વાગ્યે જાણ કરવામાં આવશે કે રાજ્ય સરકાર વિધિવત રીતે એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે અને હવે રાજ્ય સરકાર તરફથી તે જાહેરાત કરી દેવામાં આવી છે. 
મહેસૂલી કાયદાઓની વાત કરીએ તો 24 જેટલા જુના કાયદાઓ નાબૂદ થયા હતા. તેના સંદર્ભમાં આજે રાજ્ય સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. ખાસ કરીને જુની અને નવી શરતોની જમીનો સંદર્ભે એક અસમંજસતા એક દૂવિધા જમીન ખરીદનારા અને વેચનારાઓના સંદર્ભમાં પ્રવર્તી રહી હતી. જે સંદર્ભે હાલ રાજ્ય સરકાર દ્વારા સરળીકરણ છે તે જાહેર કરવામાં આવ્યું છે. હવેથી જે સૌથી મોટી જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે તે એ છે કે, નવી અને જુની શરતના જે કોઇ પણ પ્રશ્નો છે તેનું જે નિરાકરણ છે તે પ્રત્યેક જિલ્લા કક્ષાએ થઇ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ગુડ ગવર્નર્સનો વિચાર હતો તે અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સી.એલ. મીના સમિતિ હતી તેની પાસે ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને અહેવાલના જે સૂચનો હતા તેને ધ્યાન પર લેવામાં આવ્યા છે અને તે સૂચનોના આધારે તમામ જે આ ફેરફાર છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યા છે. સી.એલ.મીના સમિતી તરફથી આ સંદર્ભે ખાસ અહેવાલ છે જે રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. અને તેમા જુની અને નવી શરતના જે કાયદાઓ છે તેના સંદર્ભે જે અસમંજસતા લોકોમાં પ્રવર્તી હતી તે સંદર્ભનો ઉલ્લેખ હતો તેનો મહદ અંશે સ્વીકાર કરી અને મુખ્યમંત્રી તરફથી આજે કાયદાનું સરળીકરણ છે તે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ અંતર્ગત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તરફથી જે આ તમામ ફેરફારો છે તે કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં આ તમામ પ્રક્રિયા છે તે કરવામાં આવી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તરફથી જે આ નિર્ણયો છે તેની જાહેરાત પણ કરવામાં આવી છે. 
ખાસ કરીને મહેસૂલના કાયદાની અસમંજતા કે દૂવિધા હતા તે એ હતી કે નવી અને જુની શરતની જમીનોમાં ફેરફાર કરવાના હતા તેના સંદર્ભે લોકોમાં એક સૌથી વધારે દુવિધા પ્રવર્તી રહી હતી પણ તે દુવિધાને હવે રાજ્ય સરકાર તરફથી જ દૂર કરવામાં આવી છે. આ કાયદાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આની તમામ વિગતવાર સૂચનાઓ તે હવે પછી જાહેર કરવામાં આવશે. જોકે, હાલના તબક્કે જે આ માર્ગદર્શિકા છે તે જાહેર કરવાનો રાજ્ય સરકાર તરફથી નિર્ણય કરી લેવામાં આવ્યો છે. આ તમામ કાયદાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે એટલે કે નવી અને જુની શરતના ફેરફાર હતા તે સંદર્ભમાં 24 જેટલા જે જુના કાયદાઓ હતા તે સંદર્ભમાં સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી છે. તે 24 જેટલા જુના કાયદાઓ છે તેનું સરળીકરણ કરવામાં આવ્યું છે. અને હવે જુની અને નવી સરળીકણની વાત કરવામાં આવે તો માત્ર જિલ્લા કક્ષાએ આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકાર તરફથી જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેનો સૌથી મહત્વનો ફાયદો એ થશે કે અત્યાર સુધી અરજદારોને નવી અને જુની શરતના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યકક્ષા સુધી જવુ પડતું હતું, તમામ જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે દિવસો નિકળી જતા હતા અને રાજ્યકક્ષા સુધી તેમને લાંબા થવું પડતું હતું, અને તેના કારણે જે પ્રક્રિયા છે તે અત્યંત જટિલ બનતી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તરફથી આ સરળીકરણની જાહેરાત કરવામાં આવી છે અને વિગતવાર જે સૂચનો છે તે સરકાર તરફથી પછી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવવાની છે. 
Advertisement
Tags :
Advertisement

.