Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyber Attack: સાયબર એટેકની ચપેટમાં આવી દેશની 300 બેન્ક, UPI-ATM સેવા ઠપ્પ

સાયબર એટેકની ચપેટમાં દેશની 300 બેન્ક NPCIએ 300 બેન્કને પેમેન્ટ સિસ્ટમથી બહાર કરી રેન્સમવેર એટેકના કારણે બેન્કોનું કામકાજ ઠપ Cyber Attack: NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિસ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે...
cyber attack  સાયબર એટેકની ચપેટમાં આવી દેશની 300 બેન્ક  upi atm સેવા ઠપ્પ
  • સાયબર એટેકની ચપેટમાં દેશની 300 બેન્ક
  • NPCIએ 300 બેન્કને પેમેન્ટ સિસ્ટમથી બહાર કરી
  • રેન્સમવેર એટેકના કારણે બેન્કોનું કામકાજ ઠપ

Cyber Attack: NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિસ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોને સેવાઓ આપતી સી-એજ ટેક્નોલોજીની સિસ્ટમ પર રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર હુમલાને કારણે, IPMS અને UPI જેવી પેમેન્ટ સિસ્ટમ્સ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. NPCIએ જણાવ્યું હતું કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે, સી-એજ ટેક્નોલોજીસને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સ ઍક્સેસ કરવાથી અસ્થાયી રૂપે અલગ કરવામાં આવી છે. રેન્સમવેર હુમલાના કારણે, ગુજરાત સહિત લગભગ 300 નાની ભારતીય બેંકોની પેમેન્ટ સેવાઓ ઠપ થઈ જવા પામી છે. અન્ય કેટલીક બેંકિગ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

 આ બેંકોને થઈ અસર

બેંકિંગ સેક્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રેન્સમવેર હુમલાથી ખાસ કરીને સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને અસર થવા પામી છે. જેઓ SBI અને TCS સંયુક્ત સાહસ સી-એજ ટેક્નોલોજીસ પર નિર્ભર છે.અન્ય બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે.સી-એજ ટેક્નોલોજીસ, જે દેશભરની નાની બેંકોને બેંકિંગ ટેક્નોલોજી સિસ્ટમ પૂરી પાડે છે.સી-એજ ટેક્નોલોજીસે હાલમાં રેન્સમવેર હુમલા અંગે કાઈ કહેવાનો હાલ પુરતો ઇનકાર કર્યો છે.

Advertisement

હાલમાં દરિયા કિનારી ટેકનોલોજી પર પ્રતિબંધ છે

સૂત્રોને ટાંકીને આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સી-એજ ટેક્નોલોજીસ પર થયેલા આ સાયબર હુમલાને કારણે દેશની લગભગ 300 નાની બેંકોની પેમેન્ટ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. આ કંપની દેશભરમાં બેંકિંગ ટેકનોલોજી સિસ્ટમ પૂરી પાડે છે. જોકે, હાલમાં C-Edge Technologiesએ આ બાબતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પણ આ મોટા સાયબર હુમલા અંગે મૌન જાળવી રાખ્યું છે. જો કે, ભારતમાં પેમેન્ટ સિસ્ટમના નિયમનકાર NPCIએ બુધવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે તેઓએ C-Edge ટેક્નોલોજીસ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો છે. આ કંપની આગળના ઓર્ડર સુધી રિટેલ પેમેન્ટ સિસ્ટમનો ભાગ રહેશે નહીં.

Advertisement

આ પણ  વાંચો  -Jharkhand ના લાતેહારમાં દુઃખદ અકસ્માત, વીજ શોક લાગવાથી 5 કાવડ યાત્રીઓના મોત, 3 દાઝ્યા...

હાલમાં 300 બેંકો પેમેન્ટ સિસ્ટમ નેટવર્કથી બહાર રહેશે

સી-એજ ટેક્નોલોજીસની સેવાઓનો ઉપયોગ કરતા બેંક ગ્રાહકો થોડા સમય માટે પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકતા ન હતા. સૂત્રોએ જણાવ્યું છે કે દેશની પેમેન્ટ સિસ્ટમ પર નકારાત્મક અસરને રોકવા માટે, આ 300 બેંકો હાલમાં પેમેન્ટ નેટવર્કથી દૂર રહેશે. તેમણે કહ્યું કે આમાંથી મોટાભાગની નાની બેંકો છે. દેશની કુલ પેમેન્ટ સિસ્ટમમાં તેમની પાસે માત્ર 0.5 ટકા હિસ્સો છે. જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તેમ છતાં, તેની અસર કેટલાક સમય માટે પેમેન્ટ સિસ્ટમ પર દેખાઈ શકે છે.

આ પણ  વાંચો -Rajasthan : દિલ્હી બાદ હવે જયપુર, ભોંયરામાં પાણી ભરાવાથી 3 ના મોત...

Tags :
Advertisement

.