સુરતમાં ઝડપાયું કોલ સેન્ટર, લોભામણી ઓફરો આપી લોકોને ઠગતા હતા,જાણો શું છે સમગ્ર મામલો
દિવાળી વેકેશન પાસે આવતા જ છેતરપિંડી, વિશ્વાસઘાત,ચોરી, લૂંટફાટ, સહિત ના ગુનાઓમા વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે સુરત (surat) પોલીસ ની ટીમ એક્શન મૂડ મા આવી ગઈ છે.ત્યારે વેસુ ખાતે થી સુરત સાયબર સેલ (Cyber cell)ની ટીમે લોભામણી લાલચ આપી છેતરપિંડી (Fraud)કરતી ગેંગ ના ૪ આરોપીનું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. લોભામણી જાહેરાત કરી છેતરપિંડીધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશિàª
Advertisement
દિવાળી વેકેશન પાસે આવતા જ છેતરપિંડી, વિશ્વાસઘાત,ચોરી, લૂંટફાટ, સહિત ના ગુનાઓમા વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે સુરત (surat) પોલીસ ની ટીમ એક્શન મૂડ મા આવી ગઈ છે.ત્યારે વેસુ ખાતે થી સુરત સાયબર સેલ (Cyber cell)ની ટીમે લોભામણી લાલચ આપી છેતરપિંડી (Fraud)કરતી ગેંગ ના ૪ આરોપીનું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.
લોભામણી જાહેરાત કરી છેતરપિંડી
ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશિપ માટે હોટલ અમોરે ન્યુ મગદલ્લા રોડ, ડુમસ રોડ સુરત ખાતે બોલાવી ત્યાં સ્કીમ સમજાવનાર ઋત્વિક રામાણીએ મેમ્બરશિપ લેવાથી વર્ષ માટે સભ્ય બનવા માટે જેમાં હોટલમાં 70 દિવસ રાત્રીનું રોકાણ સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલમાં તથા 10 વર્ષ સુધી ફરવા માટે જઇએ ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા,પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે તેમજ સાઇટ સીન સુવિધા મળતી હોવાની લોભામણી લલચામણી વાતો કરી કરવામાં આવી હતી.
મેમ્બરશીપ લેવાના બહાને છેતરપિંડી
મેમ્બરશીપ લેવાને બહાને ફરિયાદીના ક્રેડિટકાર્ડ પરથી વિલીડીટી ચેક કરવાના બહાને ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના મોબાઇલ ફોનમાંથી ઓટીપી મેળવી લઈ રૂ.૧,૨૮,૫૦૦ તથા ૨.૮૧,૫૦૦ ના બે ટ્રાન્ઝેશન કરી કુલ્લે રૂ. ૨,૧૦,૦૦૦ ડેબિટ કરી ફરીયાદીને રિઝ્ડ કરવાનું જણાવેલ તેમ છતા વિમલભાઇ પ્રજાપતિ તેમજ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડ અને સંકેત પ્રજાપતિએ રૂ.૨,૧૦,૦૦૦ રીઝ્ડ ન આપી ,હાલ ફરીયાદી સાથે છેતરપીડી કરી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે..
કોલ સેન્ટરમાંથી મુદ્દામાં જપ્ત કર્યો
સાયબર સેલના ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્રભાઇ ચમનભાઇ રાઠોડ, વિમલભાઇ ઇશ્વરભાઇ કોદરભાઈ પ્રજાપતિ અને જનાર્દનભાઇ વિજેન્દ્રપ્રસાદ સમાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સેન્ટરમાંથી કબજે કરેલ મુદામાલ કોમ્પ્યુટર નંગ -03, POS મશીન નંગ -5, લેપટોપ નંગ -1, મોબાઇલ નંગ -12 અને ચેકબુક IPAYSLIP નંગ -8 કબજે કરવામાં આવી છે.