Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "સરકારને કરોડોનું નુકશાન થયું", BJP MLA નો કલેક્ટરને પત્ર

VADODARA : વડોદરા ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA BJP MLA YOGESH PATEL) દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. અને અનેક વિષયો પર 7 દિવસમાં રીપોર્ટ જાહેર કરવા માંગ કરી છે. તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ગેરકાયદેસર...
07:54 AM Jun 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA BJP MLA YOGESH PATEL) દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. અને અનેક વિષયો પર 7 દિવસમાં રીપોર્ટ જાહેર કરવા માંગ કરી છે. તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ગેરકાયદેસર રીતે મહેસુલના કાયદાઓનું અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમના પર ફોજદારી કેસો થાય.

ખળભળાટ મચી જવા પામ્યો

વડોદરાના સિનિયર અને જાગૃત ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં એન. એ.ના હુકમો, નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, બિનખેડુતને ખેડુત ગણી જમીનના હુકમો, તથા સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રીપોર્ટ - 7 દિવસમાં જાહેર કરવા જણાવ્યું છે. જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગેરકાયદેસર હુકમ થયા

વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ જણાવે છે કે, વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક અખબાર, મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા હતા. જે મેં જોયા અને જાણ્યા છે. કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓએ જમીનના કૌભાંડ કર્યા છે. એન. એના હુકમો હોય, નવી શરતની જમીનો જુની શરતમાં ફેરવવાના હુકમો, બિન ખેડુતને ખેડુત ઠેરવીને જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાવી દે તેવા ગેરકાયદેસર હુકમ થયા છે. તે વાતની જાણ શહેરના નાગરીકે, બિલ્ડરો તથા અન્ય દ્વારા મને કરાઇ છે. આ બાબતે રજુઆતો જણાવી ત્યારે કાગળ લખ્યો છે.

ફોજદારી કેસ થવો જોઇએ

વધુમાં તેમણે જણાવ્યું કે, હું કોઇ અધિકારી સામે આંગળી ચિંધતો નથી. મેં જિલ્લા કલેક્ટરને લખ્યું છે. જે પણ હુકમો થયા છે તે હુકમોની સકાચણી થવી જોઇએ, પૂરેપૂરી તપાસ થવી જોઇએ અને હુકમો રદ્દ થવા જોઇએ. સરકારી જમીનો જેને પણ પધરાવી હોય, આવા ગુનામાં કોઇ પણ અધિકારીને છોડવો ન જોઇએ, તેના પર ફોજદારી કેસ થવો જોઇએ. કલેક્ટરને જાણ કરી છે કે, જાહેર કરો કે, ખોટા હુકમો થયા હોય. અંદરખાને રાંધો નહી, સરકારમાં મોકલ્યા છે તેમ નહી, તમારે જાહેર કરવા પડશે.

આ પણ વાંચો -- VADODARA : VMC ની જમીન પર દબાણ કરનાર સાંસદ યુસુફ પઠાણને નોટીસ

Tags :
BJPcollectorDistrictissuejudgmentlandLatterMLAoverPateltoVadodaraWriteyogesh
Next Article