Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના અને ગૌવંશ પશુનિભાવ સહાય યોજના માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટી રચાઈ

ગુજરાતના ગૌવંશની ચિંતા કરતા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રૂપિયા ૪૯૦ કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના તેમજ રૂ. 50  કરોડની ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના જાહેર કરેલી છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં આ બંને યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. આ બંને યોજનામાં સહાય મંજૂર કરવા માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટà«
જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના અને ગૌવંશ પશુનિભાવ સહાય યોજના માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટી રચાઈ
ગુજરાતના ગૌવંશની ચિંતા કરતા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રૂપિયા ૪૯૦ કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના તેમજ રૂ. 50  કરોડની ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના જાહેર કરેલી છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં આ બંને યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. આ બંને યોજનામાં સહાય મંજૂર કરવા માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. 
જિલ્લા કલેક્ટરે  અધિકારીઓ સાથે બેઠક યોજી 
રાજકોટ જિલ્લામાં આ બંને યોજનાના સુચારુ અમલ માટે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. કે.યુ. ખાનપરા તથા રાજ્યના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક ડૉ. એ.એમ. ડઢાણિયા સાથે બેઠક યોજી હતી.કલેક્ટરશ્રીએ જિલ્લામાં આ બંને યોજનાના અસરકારક અમલ માટે પશુપાલન વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાના અમલ માટે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રી, સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સભ્ય સચિવ તરીકે નાયબ પશુપાલન અધિકારીશ્રી-જિલ્લા પંચાયત અને અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે તાલુકા મામલતદારશ્રી, સભ્ય તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સભ્ય સચિવ તરીકે તાલુકા પશુ ચિકિત્સક અધિકારીશ્રી તેમજ અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. 
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરાઈ
રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા તેમજ પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે, સંસ્થાને આર્થિક સહાય આપવાના હેતુથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરાઈ છે. જે અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓને પશુદીઠ રોજના રૂપિયા ૩૦ની સહાય આપવામાં આવશે. વધુમાં વધુ ૩૦૦૦ પશુદીઠ આવી સહાય મળવાપાત્ર થશે. ગાય-ભેંસ સિવાયના અન્ય વર્ગના પશુ માટે આ સહાય મળવાપાત્ર નથી. 
પશુઓના નિભાવ માટેની સહાય યોજનાજાહેર કરાઈ 
ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ગૌવંશના નિભાવ માટે ગૌવંશ બિનવારસી પશુઓના નિભાવ માટેની સહાય યોજનાજાહેર કરાઈ છે. જે અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બિનવારસી હાલતમાં રહેલા ગૌવંશને નોંધાયેલી ગૌશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવશે, જેના નિભાવ માટે  પશુદીઠ રૂપિયા ૩૦ની સહાય સંસ્થાઓને આપવામાં આવશે. આ બંને યોજનામાં સંસ્થાએ પશુઓનું રજિસ્ટ્રેશન INAPH પોર્ટલ પર કરવાનું રહેશે. આ યોજના અંગે વધુ માહિતી માટે તાલુકા કે જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.