Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોર્ટે આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સંભળાવવામાં આવશે સજા

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને સખત સજા ફટકારવામાં આવે તેવી સુરત સહિત રાજ્યના કરોડો લોકોની માગ છે. આરોપીને કોર્ટે 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરાયો છે. હવે આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો દલીલો કરશે.મળી રહેલી માહિતી અનુસાર, કોર્ટમાં ફેનિલને 302 સહિત અલગ-અલગ કલમોના આધારે તેનà
ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોર્ટે આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યો  આવતીકાલે સંભળાવવામાં આવશે સજા
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને સખત સજા ફટકારવામાં આવે તેવી સુરત સહિત રાજ્યના કરોડો લોકોની માગ છે. આરોપીને કોર્ટે 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરાયો છે. હવે આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો દલીલો કરશે.
મળી રહેલી માહિતી અનુસાર, કોર્ટમાં ફેનિલને 302 સહિત અલગ-અલગ કલમોના આધારે તેની દોષિત જાહેર કરાયો છે. થોડીવારમાં જજ સજા સંભળાવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે, આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. સાથે 300 પાનાનું આરોપીનું નિવેદન અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. ગ્રીષ્મા કેસમાં કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો છે, હવે તેને સજા સંભળાવવાની બાકી રહી છે. આ વચ્ચે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે, ગ્રીષ્મા કેસમાં સજા માટે આવતીકાલની મુદત પડી છે. આરોપી ફેનીલને આવતીકાલના રોજ સજા સંભળાવવામાં આવશે. 
મહત્વનું છે કે, ફેનિલ ગોયાણી વિરુદ્ધ 302, 307, 342 354 બી, 504 અને 506 (2) હેઠળ કસૂરવાર છે. આરોપી તરફ બચાવમાં લેવાયેલો કે ગુનાવાળી જગ્યાનું પંચનામું શંકાસ્પદ છે. તે બાબતે પણ નામદાર કોર્ટે બચાવ ફગાવી દીધો હતો. આરોપી તરફે પ્રેમ પ્રકરણ ની બાબતનો બચાવ પણ ફગાવી દેવાયો છે. કોર્ટે કહ્યું, પ્રેમ હોય તો હત્યા કરવાનું લાયસન્સ નથી મળતું. ફેનિલને તમામ કલમો હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે. ફેનિલને સજા બાબતે પૂછવામાં આવતા ફેનિલ જવાબ આપી શક્યો નહીં. હવે આરોપીને કેટલી સજા કરવી તે બાબતે દલીલ કરવામાં આવશે. આવતીકાલનો સમય મળતા સવારે 11 વાગે દલીલો શરૂ થશે. સરકાર પક્ષે ફાંસીની સજા અંગે માગ કરાઈ છે. આરોપીનું 355 પાનાનું સ્ટેટમેન્ટ હતું અને  900 સવાલો પુછાયા હતા. કેટલી સજા કરવી તે બાબતની દલીલ આવતીકાલે થશે. આઈ વિટનેસ દ્વારા ઘટના સમયનો વિડીયો ઉતારાયો હતો તે મહત્વનો પુરાવો સાબિત થયો. કોર્ટે કહ્યું કે, પૂર્વ તૈયારી સાથે બેગમાં ચપ્પુ રાખી કોલેજ પર ગયેલો જેની નોંધ લેવાઈ છે. ફેનીલની માનેલી બહેન ક્રિષ્નાને આ બાબતની જાણ પહેલાથી હતી. તે જો પોલીસને જાણ કરતી તો કદાચ ગ્રીષ્માને બચાવી શકાય હોત.
આજે કોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો આવે તેવી પણ સંભાવના સેવાઇ રહી હતી. સેશન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ હત્યારા ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી સંભાવના છે. ગ્રીષ્માનો પરિવાર કોર્ટ પરિસરમાં પહોંચી ગયો છે. પરિવારજનોની માગ છે કે હત્યારાને ફાંસીની સજા થાય. મળી રહેલી માહિતી અનુસાર, કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના માતા-પિતાના આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા. યોગ્ય ચુકાદો આવે તેવી  પરિવાજનોની અપેક્ષા છે.
સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં ફેનિલ ગોયાણી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ એક એવી ઘટના છે કે જેણે લોકોને પૂરી રીતે હચમચાવી દીધા છે. હવે આ કેસમાં આજે કોર્ટ ચૂકાદો આપી શકે છે. આપને ખાસ જણાવી દઇએ કે, આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતા 16 ઓપ્રિલના રોજ આરોપી ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેને સજા સંભળાવામાં આવે તેવી અટકળો હતી. સરકાર પક્ષ દ્વારા ગ્રીષ્માની હત્યાના મામલે ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી. જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનેલી આ એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયેલી ઘટનાએ લોકોના દિમાગ પર ઉંડી અસર કરી છે. સમગ્ર ઘટનામાં ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ તેણે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે એટલે કે, 21 એપ્રિલે કેસનો સંભવતઃ ચુકાદો આવી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.