Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પત્નીના અગ્નિસંસ્કાર પહેલા પતિએ બે દીકરીઓ સાથે કર્યું મતદાન

VADODARA : સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION - 2024) માટેનું મતદાન ચાલી રહ્યું છે. યુવાનો, વૃદ્ધો સહિત દિવ્યાંગો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વને મનાવી રહ્યા છે. આ બધાની વચ્ચે પાદરા તાલુકાના મોભા ગામે પરિવારમાં એક દુઃખદ...
vadodara   પત્નીના અગ્નિસંસ્કાર પહેલા પતિએ બે દીકરીઓ સાથે કર્યું મતદાન

VADODARA : સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION - 2024) માટેનું મતદાન ચાલી રહ્યું છે. યુવાનો, વૃદ્ધો સહિત દિવ્યાંગો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વને મનાવી રહ્યા છે. આ બધાની વચ્ચે પાદરા તાલુકાના મોભા ગામે પરિવારમાં એક દુઃખદ ઘટના બની હોવા છતાં લોકશાહીને જીવંત રાખવાનો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી

પાદરા તાલુકાના મોભામાં રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસારના ધર્મ પત્ની સરોજબેન ભાવસારનું માત્ર ૩૫ વર્ષની ઉંમરે ડાયાબિટીસના કારણે અવસાન થતાં ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિસંસ્કાર પહેલાં કનુંભાઈ ભાવસારે પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. ગામના ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે પોતાની ધર્મપત્નીનું અવસાન થયું હોવા છતાં કનુભાઈ ભાવસારે ખરેખર રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

Advertisement

મતદાન કરી બતાવ્યો અનેરો ઉત્સાહ

અન્ય એક કિસ્સા પ્રમાણે, લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ને લઇ વડોદરા જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ૮૬ વર્ષીય ઈન્દુબેન દેસાઈમાં ચેહરા પર મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વયોવૃદ્ધ ઈન્દુબેન દેસાઈ વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રહભરી વિનંતી કરી હતી. આ અંગે ઈન્દુબેનના પુત્રએ જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એ જોઇને અમેને ખૂબ આનંદ થયો છે. મારી માતા ઉંમર લાયક હોવાની જાણ થતા મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા અમને તરત મળી ગઇ હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મારા માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતા અને અમને પણ માટે આપવા જવાનું કહેતા હતા.

Advertisement

હું દેશ માટે મત આપી રહી છું

જો ૮૬ વર્ષીય મારા માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ. ઈન્દુબેનએ કહ્યું કે, મારી ઉંમર ૮૬ છે હું દરેક ચૂંટણીમાં મતદાન કરવા જરૂર આવું છું. 2014માં માતા પતિ દેવલોક પામ્યા હતા. તે સમયે પણ મારા પરિવારના સભ્યોએ આવીને મતદાન કર્યું હતું. હું દેશ માટે મત આપી રહી છું. ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે, આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ. કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવી આપણો અબાધિત અધિકાર છે.

આ પણ વાંચો -- VADODARA : મતદાન સમયે MLA ના ફેક ન્યુઝ વાયરલ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.