રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા દેશના PMને એક અલગ જ માંગ કરવામાં આવી
રાજ્ય શાળા સંચાલક મંડળ અનેક માંગો અને તેમની રજૂઆતો શિક્ષણમંત્રી અને સીએમની સમક્ષ રજુ કરતી હોય છે ત્યારે આ વખતે તો દેશના વડાપ્રધાનને પત્ર લખીને રજુઆત કરાઈ. વાત એવી છે કે સરસ્વતી માતાને જ્ઞાનની મા ગણવામાં આવે છે ત્યારે રાજ્યની તમામ સ્કૂલોમાં સરસ્વતીની મૂર્તિ મૂકવાની માંગ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ઉઠાવવામાં આવી.રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પ્રધામંત્રી, મુખ્યમંત્રી અને શિà
Advertisement
રાજ્ય શાળા સંચાલક મંડળ અનેક માંગો અને તેમની રજૂઆતો શિક્ષણમંત્રી અને સીએમની સમક્ષ રજુ કરતી હોય છે ત્યારે આ વખતે તો દેશના વડાપ્રધાનને પત્ર લખીને રજુઆત કરાઈ. વાત એવી છે કે સરસ્વતી માતાને જ્ઞાનની મા ગણવામાં આવે છે ત્યારે રાજ્યની તમામ સ્કૂલોમાં સરસ્વતીની મૂર્તિ મૂકવાની માંગ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ઉઠાવવામાં આવી.
રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પ્રધામંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને પત્ર લખીને રજૂઆત કરાઈ. સ્કૂલો નાં દરવાજે અઢી થી ત્રણ ફૂટ મૂર્તિ મૂકવાની માંગ કરવામાં આવી. પુરાણોમાં દેવી દેવતાઓમાં અનોખું સ્થાન છે. સમગ્ર રાજ્યમાં એક સરખી મૂર્તિ સ્થપાય તેવી માંગ રાજ્યની શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ. સંસ્થામાં સરસ્વતીમાની નાનકડી મૂર્તિ શાળાના વાતાવરણમાં બહુ મોટું યોગદાન આપી શકે છે તેવું સંચાલક મંડળનું માનવું છે.
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે બાળકો શાળામાં આવતી વખતે શિક્ષણની દેવીના દર્શન કરી વર્ગમાં જાય તો તેમના વિચાર આચારમાં મોટો ભાગ ભજવશે સાથે લઘુમતી શાળાઓના શાળા સંચાલક મંડળોને આમાંથી બાકાત રાખીને તેમની વિવેકબુદ્ધિ પર આ બાબત છોડી દેવી જોઈએ.
આ પણ વાંચો - જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછા ખર્ચમાં થશે સાકાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.