Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિકરાના મૃત્યું બાદ પુત્રવધુ નવા જીવનની શરૂઆત કરે તે માટે સાસુ-સસરાની પ્રેરણાદાયી પહેલ

પોતાના જીવનની નવી શરૂઆત કરવી એ સો કોઈનો અધિકાર છે. એવી માનસિકતા આજના યુગમાં પણ બહુજ ઓછી જોવા મળે છે. સુરતના તળપદા કોળી પટેલ પરિવારે લોકોની માનસિકતા બદલવા અને પોતાની પુત્રવધુને એક નવું જીવન જીવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. પુત્ર જીવીત નહિ રહેતા પુત્રવધુને પોતાની દીકરીની જેમ રાખેલી પુત્રવધુ પંડાવી તેને પોતાના જીવનની એક નવી શરુઆત કરવાની દિશા આપી છે.સમાજમાં દાખલારૂપ કિસ્સોઉંમર થત
દિકરાના મૃત્યું બાદ પુત્રવધુ નવા જીવનની શરૂઆત કરે તે માટે સાસુ સસરાની પ્રેરણાદાયી પહેલ
પોતાના જીવનની નવી શરૂઆત કરવી એ સો કોઈનો અધિકાર છે. એવી માનસિકતા આજના યુગમાં પણ બહુજ ઓછી જોવા મળે છે. સુરતના તળપદા કોળી પટેલ પરિવારે લોકોની માનસિકતા બદલવા અને પોતાની પુત્રવધુને એક નવું જીવન જીવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. પુત્ર જીવીત નહિ રહેતા પુત્રવધુને પોતાની દીકરીની જેમ રાખેલી પુત્રવધુ પંડાવી તેને પોતાના જીવનની એક નવી શરુઆત કરવાની દિશા આપી છે.
સમાજમાં દાખલારૂપ કિસ્સો
ઉંમર થતાં પુત્રવધુનું કોઈ નહિ રહેશે તો શું થશે એવા વિચારોથી આ પરિવાર કાયમ ચિંતિત રહેતો પરંતુ પુત્રવધુ માટે એક સારો જીવન સાથી મળતા આ પરિવારે પોતાની દીકરીના પિયર તરીકેની તમામ જવાબદારી નિભાવી લોકોની આંખમાં આંસું લાવી દીધા હતા. આજના દોરમાં મોટાભાગે એવાજ કિસ્સાઓ જોવા મળે છે કે જેમાં સાસુ, સસરા સહીત સાસરિયા પક્ષના સભ્યો દ્વારા પુત્રવધુ ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતું હોય, હેરાન પરેશાન કરતા હોય છે. પરંતુ આ સમગ્ર ઘટનાઓથી એકદમ વિપરીત અને સમાજમાં દાખલો બેસાડી અન્યોને પણ પ્રેણા આપે એવો કિસ્સો સામે આવ્યો છે.
ભાવુક દ્રશ્યો સર્જાયા
પુત્રના અકાળે અવસાન થયા બાદ પુત્રવધૂને પુત્રીને જેમ રાખતા હતા, મોટીવેડ ખાતે રહેતા દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ભત્રીજાનું અકસ્માતે મોત થઇ ગયું હતું ત્યારથી અમે નક્કી કરી લીધી હતું કે પુત્રવધુને પુત્રીની જેમ રાખીશું અને ભવિષ્યમાં સારો જીવનસાથી શોધીને ફરીથી તેને પરણાવીશુ, અમારી પુત્રવધૂને અમે એક પુત્રીની જેમ રાખતા હતા અને તેના છોકરાને પણ ભણાવી રહ્યા હતા. તેમજ સાથે સાથે તેની માટે સારા જીવન સાથી પણ તલાશ કરી રહ્યા હતા ત્યારે એકસારો છોકરો અમારી નજરમાં આવતા અમે આ બાબતે પરિવારના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી પુત્ર વધુના તેની સાથે લગ્ન કાવવાનું નક્કી કર્યું અને સમગ્ર તૈયારી બાદ અમે અમારી પુત્રવધુને એક પુત્રની જેમ પરણાવી તેનું કન્યાદાન કરાવ્યું અને અંતે દીકરીને જેમ કે તેણીને સાસરીમાં વળાવી હતી. એટલું જ નહીં જયારે સાસરિયાઓ દ્વારા પુત્રવધૂને અન્ય જગ્યા સાસરીમાં વિદાઈ આપવામાં આવી રહી હતી ત્યારે મોહલ્લામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
નવો ચીલો ચિતર્યો
જીવન સાથી ના અકસ્માત માં થયેલા મોત બાદ અંધકાર માં ધકેલાઈ ગયેલા પુત્રવધૂના જીવનમાં ફરી થી અજવાળું કરવા પટેલ પરિવાર એક બીજા સાથે ચર્ચા કરી પુત્રવધૂની મંજૂરી લીધી અને ત્યારબાદ તેના લગ્ન કરાવી તેને ફરી થી જીવવાની એક નવી આશા આપી હતી. જો કે આજકાલ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા કરોડો ના ખર્ચ કરી અવનવા વિચારો અમલમાં મૂકી કૈક નવું કરતા હોય છે.પરંતુ સુરતના આ પટેલ પરિવારે પુત્ર વધુના લગ્ન કરાવી પૈસા નહિ પણ પૂર્ણ કમાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.