Jammu Kashmir માં પહેલીવાર ભારતીય સેનાનો Air Show
જમ્મુ-કાશ્મીરની ધરતી પર દેશની તાકાતનો પરચો ટૂંક સમયમાં જોવા મળશે. જીહા, પહેલીવાર ભારતીય વાયુસેના (IAF) જમ્મુ એરફોર્સ સ્ટેશન પર તેનો એર શો યોજવા જઈ રહી છે. નોંધનીય છે કે આ શો 22 સપ્ટેમ્બરે સવારે 9 થી 11 સુધી ચાલશે. જમ્મુ...
જમ્મુ-કાશ્મીરની ધરતી પર દેશની તાકાતનો પરચો ટૂંક સમયમાં જોવા મળશે. જીહા, પહેલીવાર ભારતીય વાયુસેના (IAF) જમ્મુ એરફોર્સ સ્ટેશન પર તેનો એર શો યોજવા જઈ રહી છે. નોંધનીય છે કે આ શો 22 સપ્ટેમ્બરે સવારે 9 થી 11 સુધી ચાલશે. જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણના 76 વર્ષ અને જમ્મુ એરફોર્સ સ્ટેશનની ડાયમંડ જ્યુબિલી પર આ શાનદાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે આ શાનદાર એર શોમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ હોક એમકે 132 એરક્રાફ્ટ સાથે દેશની તાકાત બતાવશે. આ ઉપરાંત એર વોરિયર ડ્રીલ ટીમ, ગેલેક્સી ડેરડેવિલ સ્કાય ડાઈવિંગ ટીમની સાથે MI-17 હેલિકોપ્ટર પણ આકાશમાં પ્રદર્શન કરશે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement