Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TRP Game Zone : શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે, કહ્યું- આ માનવસર્જિત..!

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકોના મોત નીપજ્યા છે. આ હૃદય કંપાવી નાખે એવી ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છું. ત્યારે, રાજકોટ હત્યાકાંડના દુઃખમાં કોંગ્રેસના નેતાઓ સહભાગી થયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ...
08:29 PM May 26, 2024 IST | Vipul Sen

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકોના મોત નીપજ્યા છે. આ હૃદય કંપાવી નાખે એવી ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છું. ત્યારે, રાજકોટ હત્યાકાંડના દુઃખમાં કોંગ્રેસના નેતાઓ સહભાગી થયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), અમિત ચાવડા (Amit Chavda), લલિત વસોયા સહિતના નેતાઓએ હત્યાકાંડના સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

કરુણ ઘટનાના દુઃખમાં કોંગ્રેસ પક્ષ સહભાગી થયો છે : શક્તિસિંહ

રાજકોટ હત્યાકાંડના દુ:ખમાં સહભાગી થવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, લલિત વસોયા ( Lalit Vasoya,), ઋત્વિક મકવાણા, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ હત્યાકાંડના સ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, રાજકોટમાં કરૂણ ઘટના બની છે અને આ કરુણ ઘટનાના દુઃખમાં કોંગ્રેસ (CONGRESS) પક્ષ સહભાગી થયો છે. દુઃખની ઘડી આવી તેમાં અમે પીડિતોની સાથે છીએ. તેમણે કહ્યું કે, સ્માર્ટ સિટીની વાત કરે છે પણ ફાયર સેફ્ટી (fire safety) હોતી નથી. અગાઉ અનેકવાર નામદાર હાઇકોર્ટે ફાયર સેફ્ટી રાખવા કહ્યું હતું. છતાં, બેદરકારી દાખવવામાં આવે છે. બધા જ લોકોનો એક સૂર છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

અમિત ચાવડાએ કહી આ વાત

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે પ્રાર્થના સભા પણ છે. રેસકોસ રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે, કોઈ વિશેષ હું નહિ બોલું... આ રાજકીય બાબત નથી. પરંતુ, જવાબદાર સામે કેવા પગલાં લેવા જોઈએ તેની ચર્ચા કાલે કરીશું. જણાવી દઈએ કે, આવતીકાલે સવારે 11 વાગ્યે શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે. અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, TRP ગેમઝોન (TRP Game Zone) ની દુ:ખદ ઘટના બનતા કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમ અહીં પહોંચી છે. પીડિત પરિવારો પર જે દુઃખની ઘડી આવી છે તેમાં અમે સાથે છીએ. તેમણે કહ્યું કે, આવતીકાલે બેઠક કરી જે પુરાવા લોકો મળ્યા છે, ફાયર સેફ્ટી, જવાબદાર સામે કેવા પગલાં લેવા જોઈએ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

આ પણ વાંચો - TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

આ પણ વાંચો - TRP Game Zone : હરણી બોટકાંડમાં 11, તક્ષશિલાનાં 14 આરોપી જેલમાંથી બહાર, ઝૂલતા પુલ કાંડમાં પણ ન્યાયની આશા

આ પણ વાંચો - સંચાલકોની ચાલાકી! Entry વખતે લોકો પાસે આ ફોર્મ પર કરાવતાં હતાં સહી

Tags :
Amit ChavdaCongressCP Zone-1fire safetyGameZone KGujarat FirstGujarati NewsLalit VasoyaRAJKOTrajkot policeRajkot TRP GameZoneShaktisinh GohilSITtrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone Tragedy
Next Article