Tarabh Valinath Dham : પૂજ્ય જયરામગીરી બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને ભગવાન શિવજીના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશભરમાંથી માનવ મહેરામણ ઊમટી રહ્યું છે. રોજ લાખોની સંખ્યામાં શિવભક્તો અહીં પધારી રહ્યા છે. ત્યારે તરભ વાળીનાથ ધામના 14 મા મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ (Pujya Jayaramgiri Bapu) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી.
તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે બ્રહ્મલીન બળદેવગીરી બાપુનું (Baldevgiriji Bapu) સ્વપ્ન સાકાર થયું છે. ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને દેવાધિદેવ મહાદેવ વાળીનાથના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની (Rabari Community) ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે તરભ વાળીનાથ ધામના 14 મા મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ (Pujya Jayaramgiri Bapu) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, ભગવાન શિવજીના નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના ખૂણેખૂણેથી ભક્તો આવી રહ્યા છે. મોટી સંખ્યમાં ભક્તો અહીં તન, મન અને ધનથી સેવા પણ આવી રહ્યા છે.
Shri Valinath Mandir: વાળીનાથ ધામના મહંત Jayaramgiri Bapu સાથે ખાસ વાતચીત#Gujarat #ValinathDham #TarabhValinathTemple #PranPratisthaMahotsav #Mahayagya #GujaratFirst pic.twitter.com/e4EN52nW2W
— Gujarat First (@GujaratFirst) February 19, 2024
ન ભૂતો, ન ભવિષ્યતિ જેવો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે : પૂજ્ય જયરામગીરી બાપુ
પૂજ્ય જયરામગીરી બાપુએ આગળ કહ્યું કે, આ સ્થળ રબારી સમાજ સાથે તમામ સમાજોનું ગુરુ સ્થાન છે. અમે તમામ સમાજને આવકાર્યા છે. અહીં ન ભૂતો, ન ભવિષ્યતિ જેવો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 22મીએ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે. પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યું કે, બળદેવગીરી બાપુએ (Baldevgiriji Bapu) મંદિર માટે સંકલ્પ કર્યો હતો. ત્યારે સાલ 2010 માં આ મંદિરનો સંકલ્પ કરાયો હતો. ત્યાર બાદ 2011માં શિલાન્યાસ અને પૂજન-અર્ચન થયું હતું. હવે 14 વર્ષના અથાગ પ્રયત્ન પછી આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. સોમનાથ (Somnath) પછીનું ઉત્તર ગુજરાતનું આ સૌથી મોટું શિવનાથ ધામ કહી શકાય છે.
'અતિ રુદ્ર મહાયજ્ઞમાં 15 હજાર યજમાનો આહુતિ આપશે'
બાપુએ કહ્યું કે, સુવર્ણ શિખર માટે દાતાશ્રીઓનું ભગીરથ કાર્ય કર્યા. મંદિરના વિવિધ ભાગોમાં સોનાનો ઉપયોગ થયો છે. તેમણે કહ્યું કે, અતિ રુદ્ર મહાયજ્ઞમાં 15 હજાર યજમાનો આહુતિ આપશે. ગામેગામ ધર્મ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી એક સાથે આટલા બધા યજમાનનો એકત્ર થવાનો વિક્રમ સર્જાશે. બાપુએ આગળ કહ્યું કે, ગુરુપુષ્ય યોગમાં વાળીનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા થશે. દેશના યશસ્વી વડાપ્રધાનની ઉપસ્થિતિ ગૌરવની વાત છે. જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન 7 લાખ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. જ્યારે રબારી સમાજની બહેનોએ ભાતીગળ ઢોલ રાસ રમીને ભગવાનના ગુણલા ગાયા હતાં.
આ પણ વાંચો - Tarabh Dham : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા સહયોગ આપીશું…!