Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કચ્છની મહિલાઓએ ભગવાન વાળીનાથના સુંદર વાઘા તૈયાર કર્યાં

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) બનેલા નૂતન શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના ખૂણેખૂણેથી ભક્તો ઊમટી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી ઊજવાશે. આ મહોત્સવને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો...
tarabh dham   પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કચ્છની મહિલાઓએ ભગવાન વાળીનાથના સુંદર વાઘા તૈયાર કર્યાં

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) બનેલા નૂતન શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના ખૂણેખૂણેથી ભક્તો ઊમટી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી ઊજવાશે. આ મહોત્સવને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કચ્છ (Kutch) જિલ્લાથી આવેલ મોયડાવ પરિવારની મહિલાઓએ ભગવાન માટે વિશેષ વાઘા તૈયાર કર્યા છે.

Advertisement

ઉત્તર ગુજરાતના વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે જ્યારે દેવાધિદેવ મહાદેવના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા (Valinath Mahadev Temple) થઈ રહી હોય ત્યારે આ પ્રસંગે ચારેય દિશાઓમાંથી સંતો, મહંતો અને માઠાધિપતિઓ હાજર રહેવાના છે. મોટી સંખ્યમાં શિવ ભક્તો તરભ ધામ ખાતે પધારી રહ્યા છે. અહીં આવી રહેલા લોકો માટે રહેવાની, ભોજનની અને પરિવહન સાથે આરોગ્યની પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે કચ્છથી (Kutch) આવેલી મહિલાઓએ ભગવાન માટે વિશેષ વાઘા તૈયાર કર્યાં છે. ફિલોના ગામની (Filona Village) મોયડાવ પરિવારની મહિલાઓ દ્વારા ભગવાન વાળીનાથના વાઘા તૈયાર કરાયા છે.

મહિલાઓએ ભગવાન માટે વિશેષ વાઘા તૈયાર કર્યાં

Advertisement

PM મોદીના હસ્તે ભગવાન શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે

કચ્છથી (Kutch) આવેલી મહિલાઓ શિવભક્તિમાં ઓતપ્રોત થઈને ભગવાન શિવજીના ભજન પણ ગાયા હતા. આ મહિલાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાળીનાથ ધામમાં ( Valinath Dham) ભગવાન શિવના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઊમટી રહ્યું છે. ત્યારે 16 થી 22 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મહાયજ્ઞ, શિવમહાપુરાણ, મહાપ્રસાદ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22મીએ વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે. PM મોદીના હસ્તે ભગવાન શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે આ કાર્યક્રમને લઈને વિસ્તારમાં મહેસાણા જિલ્લા પોલીસ (MEHSANA Police) દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

Tags :
Advertisement

.