Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha : PM મોદીની 'વિકસિત ભારત યાત્રા' દેશના ખુણે ખુણે પહોંચી, અનેકવિધ યોજનાઓ થકી BJP હોટફેવરિટ!

Sabarkantha: આગામી થોડાક દિવસોમાં લોકસભાની ચૂંટણીનું (Lok Sabha Elections) જાહેરનામું પ્રસિધ્ધ થવાનું છે. તે અગાઉ ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા તમામ 26 બેઠકો ભારે સરસાઈથી જીતવા માટે પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોએ મતદારોનો સંપર્ક શરૂ કર્યો છે. ત્યારે ગુરૂવારે હિંમતનગર (Himmatnagar)...
sabarkantha   pm મોદીની  વિકસિત ભારત યાત્રા  દેશના ખુણે ખુણે પહોંચી  અનેકવિધ યોજનાઓ થકી bjp હોટફેવરિટ

Sabarkantha: આગામી થોડાક દિવસોમાં લોકસભાની ચૂંટણીનું (Lok Sabha Elections) જાહેરનામું પ્રસિધ્ધ થવાનું છે. તે અગાઉ ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા તમામ 26 બેઠકો ભારે સરસાઈથી જીતવા માટે પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોએ મતદારોનો સંપર્ક શરૂ કર્યો છે. ત્યારે ગુરૂવારે હિંમતનગર (Himmatnagar) ખાતે પ્રદેશ ભાજપ ડીબેટ ટીમના સદસ્યા અને સહપ્રવકતાએ પત્રકારો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે, લોકસભાની ચૂંટણીને લઈને ગુરૂવારે પ્રદેશ ભાજપ ડીબેટ ટીમના સદસ્યા શ્રધ્ધાબેન જહાંએ (Shraddhaben Jahan) વાર્તાલાપમાં અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વિકસિત ભારત યાત્રા થકી દેશનાં દરેક ખૂણામાં થયેલા વિકાસ કાર્યોથી લોકોને વાકેફ કર્યાં છે. સાથોસાથ લાભાન્વિત થયેલા લાભાર્થીઓના પ્રતિભાવો લેવાયાં હતાં, જેમાં વિકસિત ભારત યાત્રાના અનેક સારા અનુભવો થયા હોવાનો દાવો કરાયો છે. વડાપ્રધાને કિસાનો, ગરીબો અને મધ્યમવર્ગ માટે બનાવેલી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીને અપાવ્યો છે.

પીએમ મોદીએ લોકોમાં સનાતનધર્મની આસ્થાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો

આ ઉપરાંત, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દ્વારકામાં (Dwarka) સુદર્શન સેતુનું (Sudarshan Setu) લોકાર્પણ કરાવીને દરિયામાં રહેલી દ્વારકાના દર્શન કરી ધન્યતા અનુભવ્યા બાદ લોકોમાં સનાતનધર્મની આસ્થાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2047 સુધીમાં ભારતને અન્ય દેશોની સરખામણીમાં મહાસત્તા બનાવવાની જે ખેવના રાખી છે. તેને પરિપૂર્ણ કરવા માટે વર્ષ 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપને (BJP) ભારે બહુમતીથી વિજયી બનાવવા માટે વાર્તાલાપના માધ્યમથી સંદેશો પહોંચાડવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા (Sabarkantha) ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ (Kanubhai Patel), મહામંત્રી વિજયભાઈ પંડયા અને મીડિયા કમિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP એ સિનિયર નેતાઓને સોંપી મોટી જવાબદારી, સંયોજક અને સબસંયોજકના નામની કરી જાહેરાત…

Tags :
Advertisement

.