Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Tragedy : રૂ. 75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે!

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone Tragedy) મામલે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને દર્શકો સમક્ષ સતત ચોંકાવનારા ખુલાસા કરી રહ્યું છે. ત્યારે અગ્નિકાંડ મામલે ગુજરાત ફર્સ્ટ વીરપુર (Virpur) પહોંચ્યું હતું, જ્યાં tpo મનોજ સાગઠિયાનું (Manoj Sagathia) કરોડો...
rajkot tragedy   રૂ  75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone Tragedy) મામલે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને દર્શકો સમક્ષ સતત ચોંકાવનારા ખુલાસા કરી રહ્યું છે. ત્યારે અગ્નિકાંડ મામલે ગુજરાત ફર્સ્ટ વીરપુર (Virpur) પહોંચ્યું હતું, જ્યાં tpo મનોજ સાગઠિયાનું (Manoj Sagathia) કરોડો રૂપિયાનું મસમોટું અને ભવ્ય ફાર્મ હાઉસ આવેલું છે. વીરપુરમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર (Town Planning Officer) MD સાગઠિયાનું કરોડોના ફાર્મ હાઉસ (farm house) ઉપરાંત સાગઠીયાના 3-3 પેટ્રોલ પંપ પણ છે. એવી પણ માહિતી મળી છે. જો ACB દ્વારા મનોજ સાગઠિયાની સંપત્તિ મામલે તપાસ કરવામાં આવે તો મસમોટું કાંડ બહાર આવી શકે છે. જણાવી દઈએ કે, અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

વીરપુરમાં કરોડોનું ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Tragedy) ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) વિરપુર ખાતે આવેલા મનોજ સાગઠિયાના ફાર્મ હાઉસ (farm house) પર પહોંચ્યું હતું. રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલા આ ફાર્મ હાઉસની કિંમત કરોડો રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ફાર્મ ખૂબ જ ભવ્ય અને મસમોટું છે અને દરેક સુવિધાથી સજજ છે. રૂ. 75 હજાર રૂપિયાના પગારદાર TPO મનોજ સાગઠિયા કરોડોની સંપત્તિનો આસામી છે એવા દ્રશ્યો વીરપુરથી સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મનોજ સાગઠિયા પાસે પેટ્રોલ પંપ (petrol pump) પણ છે. ફાર્મ હાઉસ, પેટ્રોલપંપ સહિત મનોજ સાગઠિયા પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોવાની માહિતી છે.

Advertisement

પેટ્રોલ પંપના કર્મચારીઓને માલિકની ખબર જ નથી

એવા પણ અહેવાલ છે કે, રાજકોટ જિલ્લામાં TPO મનોજ સાગઠિયાના ત્રણ-ત્રણ પેટ્રોલપંપ પણ ધમધમી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે દ્વારા જ્યારે ફાર્મ હાઉસના કર્મચારીઓ સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી તો કોઈ જવાબ ન આપીને ચાલતી પકડી હતી. ઉપરાંત, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં આવી તો કર્મચારીઓને ખબર જ નથી કે પેટ્રોલ પંપનો માલિક કોણ છે ? જો ACB દ્વારા મનોજ સાગઠિયાની સંપત્તિ મામલે તપાસ કરવામાં આવે તો મસમોટું કાંડ બહાર આવી શકે છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટના સળગતા સવાલ...

. 75 હજાર રૂપિયાના પગારદાર પાસે કરોડોની પ્રોપર્ટી ક્યાંથી આવી ?
. શું બેરોકટોક ખાયકીના લીધે મનોજ સાગઠિયાની લખલૂટ સંપત્તિ છે ?
. શું મનોજ સાગઠિયા જ છે અગ્નિકાંડનો સૌથી મોટો પાપી છે ?
. શું મનોજ સાગઠિયાની મિલકત અંગે થશે સઘન તપાસ ?

આ પણ વાંચો - Rajkot Tragedy : BJP નેતાઓને પીડિતોના ન્યાયની નહીં ઉજવણીની પડી છે ? કરી વાહીયાત જાહેરાત!

આ પણ વાંચો - Rajkot GameZone : SIT વડાના નિવેદને અધિકારીઓની ચિંતા વધારી! નવા મ્યુનિ. કમિશનર પણ એક્શન મોડમાં

આ પણ વાંચો - Game Zone Tragedy : આરોપી કિરીટસિંહના એડવોકેટ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.