Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વીરપુર ગ્રામપંચાયત દ્વારા નગર માં તેમજ મંદિરની સામે જ કચરો ઠાલવતા સ્થાનિકોમાં ભારે રોષ

મહિસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર નગર નો કચરો વીરપુર નગરમાં જ નાખતા દુર્ગંધ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ઠેર ઠેર માંદગી છવાઈ રહી છે છતાં તંત્ર મૌન જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનની (Swachchhta Campaign) શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં મહીસાગર જિલ્લાનું વીરપુર ગામ ગંદકીમાં ખદબદતું જોવા મળી રહ્યું છે.વિરપુર નગરમાંથી ગ્રામ પંચાયત દ્વારા કચરો લેવામાં આવે છે તે કચરો વી
વીરપુર ગ્રામપંચાયત દ્વારા નગર માં તેમજ મંદિરની સામે જ કચરો ઠાલવતા સ્થાનિકોમાં ભારે રોષ
મહિસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર નગર નો કચરો વીરપુર નગરમાં જ નાખતા દુર્ગંધ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ઠેર ઠેર માંદગી છવાઈ રહી છે છતાં તંત્ર મૌન જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનની (Swachchhta Campaign) શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં મહીસાગર જિલ્લાનું વીરપુર ગામ ગંદકીમાં ખદબદતું જોવા મળી રહ્યું છે.
વિરપુર નગરમાંથી ગ્રામ પંચાયત દ્વારા કચરો લેવામાં આવે છે તે કચરો વીરપુર નગરમાં જ નાખવામાં આવી રહ્યો છે વિરપુર નગરમાં જ્યાં સોસાયટી વિસ્તાર કે લોકો વસવાટ કરી રહ્યા છે અને તેની બાજુમાં એક મંદિર પણ આવેલું છે ત્યારે લોકો નો અવરજવર માટેનો આ મુખ્ય રસ્તો છે તે જગ્યાએ દુર્ગંધ મારતી ગંદકીના ઢગલા કરી દેતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે અને આ અસહ્ય દુર્ગંધથી બાળકો સહિત વૃદ્ધો બીમાર પડી રહ્યા છે.
તેમજ જ્યાં ગંદકીના ઢગલા પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે તે જગ્યાએ વોટર બોક્ષનો કૂવો પણ છે તે કુવાનું પાણી વીરપુર નગરના લોકોને પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર સહિત પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્રના બેહરા કાને વાત પડતી નથી જેથી ગંદકીને લઈને તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.
વીરપુર નગરમાં ગંદકીના ઢગલા તેમજ નગરનું ગંદુ પાણી પણ નગરમાં જ રહેણાક વિસ્તારમાં નાખવામાં આવતા દુર્ગંધથી લોકો ડેન્ગ્યુ તાવ સહિત અનેક માંદગી માં સપડાઈ રહ્યા છે છતાં તંત્ર મસ્ત જોવા મળી રહ્યું છે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા આખરે જાય તો જાય કહા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વીરપુર નગર વિસ્તારમાંથી ઠેર ઠેર કચરો ઉઘરાવી નાખવામાં આવી રહ્યો છે તેમજ ગટરનું ગંદુ પાણી સહિત ડટ પણ ખાલી કરી આ વિસ્તારમાં ફેકવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આ કચરો વીરપુર નગરની બહાર ફેંકવામાં આવે જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
વીરપુર નગરમાં દુર્ગંધ મારતા કચરાને લઇ સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી દિલપેશ ડોડીયારે પોતાનું મનસ્વી વર્તન કરી નગરજનોનું હિત ન વિચારી ગંદકી ત્યાંની ત્યાં જ નાખવામાં આવશે તેવું જણાવી રહ્યા છે ત્યારે ગંદકીના ઢગલા થી હેરાન પરેશાન લોકોની રજૂઆત ઉગ્ર બની હતી અને નિમાયેલ વહીવટદાર દ્વારા ગંદકીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું ત્યારે હવે ક્યારે ગ્રામ પંચાયત દ્વારા ગંદકી ન ફેકી અને દુર્ગંધ મારતી ગંદકી ક્યારે ઉઠાવી સાફ-સફાઈ કરવામાં આવે છે તે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.