Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને (Rajkot TRP GameZone) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબા વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ શકે છે. માહિતી મુજબ, ACB એ બી.જે ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મામલે ગુન્હો નોંધ્યો છે. જો કે, હવે...
04:40 PM Jun 07, 2024 IST | Vipul Sen

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને (Rajkot TRP GameZone) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબા વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ શકે છે. માહિતી મુજબ, ACB એ બી.જે ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મામલે ગુન્હો નોંધ્યો છે. જો કે, હવે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) અધિકારી ઠેબા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

વિવિધ ટીમ દ્વારા તપાસનો ઘમઘમાટ

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં (Rajkot TRP GameZone) વિકરાળ આગ લાગતા તેમાં રહેલા માસૂમ બાળકો સહિત કુલ 27 લોકોનાં મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટના બાદ સરકારના આદેશ અને હાઈકોર્ટના કડક વલણના કારણે તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. sit ની ટીમ, રાજકોટ પોલીસ (RAJKOT POLICE), ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch), SOG સહિત વિવિધ ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ગેમઝોનના સંચાલકો સહિત કેટલાક સરકારી અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હવે વધુ એક અધિકારી સામે કાર્યવાહી થશે એવી માહિતી મળી છે.

ફાયર ઓફિસર બી.જે.ઠેબા વિરુદ્ધ ગુનો દાખલ થવાની શક્યતા

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડને લઈ ફાયર ઓફિસર બી.જે. ઠેબા (BJ Theba) વિરુદ્ધ વધુ ફરિયાદ થવાની શક્યતા છે. અહેવાલ અનુસાર, બી.જે. ઠેબા વિરુદ્ધ ACB એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં અપ્રમાણસર મિલકતની વાત સામે આવી હતી. જો કે, હાલ તેમની તપાસ ચાલી રહી છે. પરંતુ, જો મજબૂત પુરાવા મળશે તો આગામી દિવસોમાં અધિકારી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ શકે છે.

 

આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી

આ પણ વાંચો - Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC

આ પણ વાંચો - Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?

Tags :
BJPDemolitionfire departmentGujarat FirstGujarati NewsNitin RamaniRajkot administerRajkot CorporaterRajkot Crime BranchRajkot GameZone Tragedyrajkot policeRajkot TRP GameZoneSITTPO Mansukh Sagathia
Next Article