Rajkot Tragedy : ગેરકાયદે ચાલતા ગેમઝોનના માલિકોની ખેર નહીં, સરકારે આપ્યો આ કડક આદેશ
રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડની (Rajkot Tragedy) ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પોલીસ તંત્રને સરકારની કડક સૂચના
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot Tragedy) લાગેલી વિકરાળ આગમાં બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી છે. સરકારના આદેશ બાદ આ હત્યાકાંડ માટે જવાબદાર લોકોની એક પછી એક ધરપકડ કરાઈ છે અને કાયદાકીય પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જણાવી દઈએ કે, આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય (Vikas Sahai) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા સહિત અસરકારક કડક પગલાં લેવા સૂચનાઓ આપાવમાં આવ્યા છે.
Gandhinagar: Rajkot અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્ય મંત્રીની મહત્વની બેઠક | Gujarat First@sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @GujaratPolice @VikasSahayIPS @dgpgujarat @HMofficeGujarat #harshsanghvi #cmbhupendrapatel #GujaratPolice #RajkotGamezoneFire #Rajkot #Fire #GameZone… pic.twitter.com/EZ1myOakEu
— Gujarat First (@GujaratFirst) May 28, 2024
ગેરકાયદેસર ચાલતા ગેમઝોન સામે કાર્યવાહી કરવા આદેશ
માહિતી મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમઝોનમાં (GameZone) ચેકિંગ કરવા સૂચના અપાઈ છે. એટલું જ નહિ, જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાઈસન્સ મેળવેલ ન હોય તેમ જ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરુદ્ધ FIR નોંધવાના આદેશ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઈને કહ્યું હતું કે, આ મામલે કસુરવારને જરાય બક્ષવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યારે આ મામલે કડક કાર્યવાહીના પગલાં પણ લેવાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડને લઈ બેઠકોનો ધમધમાટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ
આ પણ વાંચો - Gamezones : તપાસના અંતે રાજ્યમાં આટલા ગેમઝોન આખરે સીલ..!
આ પણ વાંચો - અગ્નિકાંડના મૃતકોના આંકડા બાબતે પરેશ ધાનાણીનો ગંભીર આરોપ