Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે આરોપી TPO મનસુખ સાગઠિયાની પૂછપરછમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની મુશ્કેલી વધી શકે તેવા સમાચાર છે. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે અને ગેમઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારની પૂછપરછ કરી શકે છે.
સાગઠિયાએ પૂછપરછમાં ભાજપના નેતાનું નામ આપ્યું!
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં (Rajkot TRP GameZone) TPO મનસુખ સાગઠિયાની પૂછપરછમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવી માહિતી મળી છે કે SIT સામે TPO સાગઠિયાએ (TPO Mansukh Sagathia) મોટું નિવેદન આપ્યું છે. સાગઠિયાએ પૂછપરછમાં ભાજપના નેતાનું નામ આપ્યું છે. ભાજપના (BJP) પદાધિકારીના કહેવાથી ડિમોલેશન રોક્યું હોવાનો ખુલાસો કર્યો છે. આ કેસમાં ભાજપના 3 પદાધિકારીના નામ આપ્યા હોવાનું હાલ સામે આવ્યું છે. આથી હવે SIT તે દિશામાં તપાસ શરૂ કરશે. જો કે, SIT એ આ મામલે સત્તાવાર જાહેરાત કરી નથી.
કોર્પોરેટર નીતિન રામાણીની વધી શકે મુશ્કેલીઓ
બીજી તરફ રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની (Nitin Ramani) મુશ્કેલીઓ વધી શકે છે. અહેવાલ છે કે રાજકોટના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર નીતિન રામાણીએ TRP ગેમઝોનમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી. આ મામલે SIT એક-બે દિવસમાં પૂછપરછ માટે નીતિન રામાણીને બોલાવી શકે છે. બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) પણ તપાસ તેજ કરી છે અને ગેમઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનારને પૂછપરછ માટે જલદી બોલાવી શકે છે. સાઉન્ડ પ્રોજેક્ટરનાં કેબલો કેવી રીતે ફીટિંગ કર્યા તે અંગે પૂછપરછ હાથ ધરાઈ શકે છે.
આ પણ વાંચો - Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC
આ પણ વાંચો - Rajkot : અકસ્માત બાદ ઉશ્કેરાયેલ મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને આગ ચાપી, પછી નાચવા લાગી!
આ પણ વાંચો - Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?