Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain in Gujarat : રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ઘઉં, ચણા, બટાટા, જીરૂં, રાયડું સહિતના પાકને નુકસાનની ભીતિ

રાજ્યમાં કમોસમી વરસાદ (Rain in Gujarat) પડવાની આગાહી ગઈકાલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠા (Banaskantha), દ્વારકા, કચ્છ, ભુજ, અરવલ્લી, પાટણ સહિતના વિસ્તારોમાં માવઠું (Unseasonal Rain) પડતા ખેડૂતોની ચિંતામાં વધારો...
12:16 PM Mar 02, 2024 IST | Vipul Sen

રાજ્યમાં કમોસમી વરસાદ (Rain in Gujarat) પડવાની આગાહી ગઈકાલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠા (Banaskantha), દ્વારકા, કચ્છ, ભુજ, અરવલ્લી, પાટણ સહિતના વિસ્તારોમાં માવઠું (Unseasonal Rain) પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાયડુ, જીરું, વરિયાળી, મેથી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

હવામાન વિભાગે (Meteorological Department) ગઈકાલે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ (Rain in Gujarat) ની આગાહી કરી હતી. ત્યારે આજે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના બનાસકાંઠા, દ્વારકા (Dwarka), કચ્છ (Kutch), ભુજ, અરવલ્લી, પાટણ (Patan) સહિતના વિસ્તારોમાં માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ડીસા (Deesa) પંથકમાં વિઠોદર, થેરવાડા સહિતના ગામમાં માવઠું પડ્યું છે. વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રાયડુ, જીરૂં, વરિયાળી, મેથી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. સરહદી વિસ્તારમાં રાયડુ અને જીરાનો પાક કાપણીના આરે છે ત્યારે કમોસમી વરસાદ થતા ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કચ્છમાં ભારે વરસાદ

દ્વારકા, કચ્છ, ભુજમાં કમોસમી વરસાદ

દ્વારકાની (Dwarka) વાત કરીએ તો અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. માહિતી મુજબ, દ્વારકા, ખંભાળિયા (Khambhalia), કલ્યાણપુરમાં માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પસરી હતી. દ્વારકા તાલુકામાં 16 mm જ્યારે ખંભાળિયા 7 mm વરસાદ પડ્યો છે. કલ્યાણપુર તાલુકામાં પાનેલી, ભોગાત સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાની માહિતી છે. કચ્છમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની માહિતી છે. મુદ્રાના ઝરપરા, સમાઘોઘા, ભદ્રેશ્વર, ભુજપુર, વવાર, આમરડી, ગુંદાલા, અંજાર, ખેડોઈ, ગાંધીધામ, મથડા, ચાદ્રોડા, કિડાણા, વરસામેડી સહિતના ગામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ભુજ (Bhuj) તાલુકાના ખાવડા, કાળા ડુંગર, ધ્રોબા વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યા ધીમીધારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

દ્વારકામાં માવઠું

દ્વારકામાં મોડી રાતે વરસાદ

અરવલ્લી, પાટણ અને પોરબંદરમાં પણ માવઠું

અરવલ્લી (Aravalli) જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. યાત્રાધામ શામળાજીમાં (Shamlaji) વરસાદી ઝાપટું પડ્યું છે, જેના કારણે ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે. માહિતી મુજબ, જિલ્લામાં રવી સીઝનમાં કુલ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું હોવાની માહિતી છે. પાટણ (Patan) જિલ્લાની વાત કરીએ તો સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડી રાતે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા છે. વારાહી, સાદપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અબિયાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી છે. કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભા જીરું, ઈસબગુલ, અજમો, સુવા સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું છે.

કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન

અંબાજીમાં કમોસમી વરસાદમાં ભક્તોનો દંડવત પ્રણામ

માહિતી મુજબ, અંબાજીના (Ambaji) દાંતા પંથકમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. અંબાજીમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કમોસમી વરસાદ થયો છે. અંબાજી મંદિર ખાતે ચાલુ વરસાદમાં ભક્તો દંડવત પ્રણામ કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વરસાદના પગલે પાણી ભરાયાં છે.

 

આ પણ વાંચો - Gujarat First Exclusive : ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે તમામ મંત્રીઓની અયોધ્યા યાત્રા શરૂ, જુઓ વિમાનની અંદરનો Video

Tags :
AravalliBanaskanthaBhujcropsDwarkafarmerGujarat FirstGujarati NewsKutchMeteorological DepartmentPatanunseasonal rain
Next Article