Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : હજારો કરોડના ડ્રગ્સ મામલે આરોપીઓને ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાત ATS, Navy અને કોસ્ટગાર્ડે (Coast Guard) ગઈકાલે પોરબંદર (Porbandar) મધદરિયામાંથી ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય તેવો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે 5 પાકિસ્તાની-ઈરાની શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આરોપીઓને પોરબંદર જ્યુડિશિયલ ફર્સ્ટ કોર્ટમાં (Porbandar Judicial...
porbandar   હજારો કરોડના ડ્રગ્સ મામલે આરોપીઓને ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાત ATS, Navy અને કોસ્ટગાર્ડે (Coast Guard) ગઈકાલે પોરબંદર (Porbandar) મધદરિયામાંથી ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય તેવો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે 5 પાકિસ્તાની-ઈરાની શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આરોપીઓને પોરબંદર જ્યુડિશિયલ ફર્સ્ટ કોર્ટમાં (Porbandar Judicial First Court) 15 દિવસનાં રિમાન્ડ માટે રજૂ કરાશે.

Advertisement

મેડિકલ ચેકઅપ બાદ ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાત ATS, નેવી અને NCBના આ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના (Porbandar) મધદરિયે એક શંકાસ્પદ બોટમાંથી અંદાજે રૂ. 2500થી 3 હજાર કરોડનું 3300 કિલો ડ્રગ્સ (Drugs) ઝડપાયું હતું. આ સાથે 5 પાકિસ્તાની-ઇરાની (Pakistani-Iranian) શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોરબંદર જ્યુડિયશલ ફર્સ્ટ કોર્ટમાં રજૂ કરાશે. મેડિકલ ચેકઅપ બાદ ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાશે. ગુજરાત ATS, નેવી અને NCBના આ સંયુક્ત ઓપરેશનમાં આશરે 3300 કિલો પ્રતિબંધિત (3089 કિગ્રા ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન, 25 કિલો મોર્ફિન) વહન કરતી એક શંકાસ્પદ બોટને અટકાવી હતી અને માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો.

Advertisement

કેન્દ્રિય ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા

રાજ્યના દરિયા વિસ્તારમાંથી અંદાજે રૂ. 2500 થી 3 હજાર કરોડની કિંમતનો ડ્રગ્સ જથ્થો પકડાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ ટ્વીટ કરીને રાજ્ય સરકાર અને NCB-Navy ની પીઠ થપથપાવી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, PM મોદીના ડ્રગ-મુક્ત ભારતનાં વિઝનને અનુસરીને, અમારી એજન્સીઓએ આજે દેશમાં ડ્રગ્સની સૌથી મોટી ઓફશોર જપ્તી કરવામાં ભવ્ય સફળતા હાંસલ કરી છે. NCB-Navy દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં, અને ગુજરાત પોલીસ દ્વારા 3132 કિલો ડ્રગ્સનું વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સફળતા એ આપણા રાષ્ટ્રને ડ્રગ્સ-મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.”

Advertisement

આ પણ વાંચો - Surat : ભેસ્તાન વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, CCTV ફૂટેજમાં કેદ થયા ઇસમો

Tags :
Advertisement

.