Tarbha Valinath Dham : 22મીએ PM મોદી તરભ વાળીનાથ ધામ આવશે, નવા હેલિપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ
મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ તરભ વાળીનાથ ધામ આવવાના છે. 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી તરભ વાળીનાથ ધામ પહોંચશે. તેમની મુલાકાતને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન પહેલા સભા સ્થળ નજીક એક ખાસ હેલિપેડ (Helipad) બનાવવામાં આવ્યું છે. આજે હેલિકોપ્ટર દ્વારા હેલિપેડ પર રિહર્સલ પણ કરાયું હતું.
વાળીનાથ મહાદેવ ધામ તરભ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારી શરૂ
સભા સ્થળ નજીક હેલિપેડ બનાવવામાં આવ્યું
સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી#Gujarat #ValinathDham #TarabhValinathTemple #PranPratisthaMahotsav #Mahayagya #GujaratFirst pic.twitter.com/zmrKsrNaMa— Gujarat First (@GujaratFirst) February 20, 2024
તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે નવનિર્મિત શિવજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. ત્યારે દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો, નેતાઓ, ભક્તો ધામ પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ 22 ફેબ્રુઆરીના રોજ તરભ ધામ આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે હેઠળ સભા સ્થળ નજીક હેલિપેડ (Helipad) બનાવવામાં આવ્યું છે. પીએમ મોદીના આગમન પહેલા આજે હેલિકોપ્ટર દ્વારા આ હેલિપેડ પર રિહર્સલ પણ કરાયું હતું. ઉપરાંત, હેલિપેડથી ધામ સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
PM નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે
જણાવી દઈએ કે, 22 ફેબ્રુઆરીએ PM મોદી તરભ વાળીનાથ ધામ પધારશે. આથી તરભ ધામ ખાતે 4 વિશેષ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. હેલિપેડથી PM નરેન્દ્ર મોદી રોડ શો કરશે, ત્યારબાદ મંદિરમાં દર્શન કરશે. તરભ ધામ ખાતેથી દેશ તેમ જ ગુજરાતના અંદાજે રૂ. 800 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદી તરભ ધામ ખાતે આવેલા સંતો, મહંતો, નેતાઓ અને મોટી સંખ્યામાં પધારેલા શિવભક્તોને સંબોધિત પણ કરશે. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ ભક્તો તરભ ધામ ખાતે પહોંચ્યા છે.
આ પણ વાંચો - Tarbha Dham : 5 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, Gujarat First ની કવરેજના ચારેયકોર વખાણ