Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi : આજે રાજ્યભરમાં 1.3 લાખથી વધુ મકાનોનું ઈ-લોકાર્પણ કરશે, 24-25 ફેબ્રુ.એ ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે આવાસ યોજનાના મકાનોનું ઈ-લોકાર્પણ કરવાના છે. 'વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સાથે પીએમ મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો...
08:29 AM Feb 10, 2024 IST | Vipul Sen

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે આવાસ યોજનાના મકાનોનું ઈ-લોકાર્પણ કરવાના છે. 'વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સાથે પીએમ મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરશે. જ્યારે, 24 અને 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે.

આજે વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રાજ્યભરમાં 1.3 લાખથી વધુ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ડીસા (Deesa) ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), લોકસભા સાંસદ સી.આર. પાટીલ (CR Patil), લોકસભા સાંસદ પરબત પટેલ, ભરતસિંહજી ડાભી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઇ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ અવસરે વડાપ્રધાન મોદી આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે. માહિતી મુજબ, આ કાર્યક્રમમાં રાજ્યના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં જોડાશે. જણાવી દઈએ કે, પીએમ મોદીની સરકારે દેશની સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવાય ત્યાં સુધીમાં અમૃતકાળમાં વિકસિત ભારત@2047 નો (Bharat@2047) સંકલ્પ આપ્યો છે. જે હેઠળ દેશના તમામ લોકોને પાકું આવાસ પૂરા પાડવાનો પણ ધ્યેય પીએ મોદીએ રાખ્યો છે. ત્યારે વડાપ્રધાનના આ વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના (Developed India-Developed Gujarat) નિર્માણથી અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ

પીએમ મોદી (PM Modi) 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે પણ આવવાના છે. દરમિયાન તેઓ દ્વારકા સિગ્નેચર બ્રિજ, રાજકોટ એઇમ્સમાં IPD સેવા તેમ જ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે બીજેપીના (BJP) નેતાઓ દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરી દેવાયો છે. જણાવી દઈએ કે, અગાઉ પીએમ મોદી રાજકોટમાં (Rajkot) ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. માહિતી મુજબ, 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રૂ. 978 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સિગ્નેચર બ્રિજનું (Dwarka Signature Bridge) લોકાર્પણ કરવાના છે. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ એઇમ્સમાં (Rajkot AIIMS) તૈયાર કરાયેલ 250 બેડની IPD સેવાનો પ્રારંભ કરાવશે. ઉપરાંત, રાજકોટમાં નવા રિંગરોડ પર નિર્માણ પામેલ અટલ સરોવર (Atal Sarovar) અને જનાના હોસ્પિટલનું (Janana Hospital) પણ લોકાર્પણ કરશે.

 

આ પણ વાંચો - Food coupon distribution: છોટાઉદેપુરમાં સર્વ સમાજ સેના દ્વારા બાપુ બોલેગા કાર્યક્રમનું કરાયું આયોજન

Tags :
AIIMSAtal SarovarBharat@2047BJPChief Minister Bhupendra PatelCR PatilDeesaDeveloped India-Developed GujaratDwarka Signature BridgeGujarat FirstGujarati Newshousing schemeJanana HospitalPrime Minister Narendra ModiRajkot AIIMSRajkot International Airport
Next Article