Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : બેટ દ્વારકા-ઓખાને જોડતા Signature Bridge ની કામગીરી અંતિમ ચરણમાં

Signature Bridge : રાજ્યને આગામી સમયમાં એક મોટી ભેટ મળી શકે છે. જેમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજની ( Signature Bridge )કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ વચ્ચે આજથી બ્રિજનો લોડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ...
dwarka   બેટ દ્વારકા ઓખાને જોડતા signature bridge ની કામગીરી અંતિમ ચરણમાં

Signature Bridge : રાજ્યને આગામી સમયમાં એક મોટી ભેટ મળી શકે છે. જેમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજની ( Signature Bridge )કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ વચ્ચે આજથી બ્રિજનો લોડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યો હતો. જેના સાથે જ બ્રિજ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી હોય તેવા સંકેત મળી રહ્યા છે.

Advertisement

Advertisement

આ અંગેની માહિતી અનુસાર ઓખા-બેટ સિગ્નેચર બ્રીજ (Signature Bridge) નું કામ પૂર્ણ થતાં બ્રીજ પર 44,700 kg કિલો વજન લૉડ કરેલી 48 ટ્રક એક સાથે બ્રીજની કૅપેસિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સફળ ટેસ્ટિંગ બાદ બ્રીજના લોકાર્પણની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અંદાજે 950 થી વધુ કરોડના ખર્ચે બનેલ આ સિગ્નેચર બ્રીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ હોય ટૂંક સમયમાં લોકાર્પણની તારીખ જાહેર થઈ શકે છે.

Advertisement

PM  મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે

આગામી દિવસોમાં પોતાના વાહન મારફત ડાયરેક્ટ બેટ જઈ શકશે. ઓખા-બેટ વચ્ચે ચાલતી બોટ સાંજે ૬ વાગ્યે બંધ થઈ જતી હોય છે જેના કારણે સાંજના ૬ વાગ્યા પછી ભાવિકો કે સહેલાણીઓ બેટ જઈ શકતાં ન હતાં, પરંતુ હવે સિગ્નેચર બ્રીજ આગામી દિવસોમાં શરુ થયે ગમે ત્યારે બેટ જઈ શકાશે.બ્રિજનું કામ પૂર્ણ થવાની આરે હતું ત્યારે પણ એ વાત ઉઠી હતી કે, ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે, હવે જયારે સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે અને મોટી ટ્રાયલ રન પણ થઇ ગઇ છે ત્યારે એવું માનવામાં આવે છે કે, સંભવીત નજીકના દિવસોમાં જ PM મોદી વરદ હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન થઇ શકે છે.

 તમામ સમસ્યાઓ આવનારા દિવસોમાં પૂર્ણ થશે

હવે આ તમામ સમસ્યાઓ આવનારા દિવસોમાં પૂર્ણ થશે, કારણ કે 2320 મીટરના એટલે કે ૩.73 કિ.મી. લાંબા અને 27.2 મીટર પહોળા સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે, 7 ઓકટોબર 2017 ના રોજ બ્રિજ બનાવવાની કામગીરીનો શુભારંભ થયો હતો અને ૩૬ મહીનામાં કામ પૂર્ણ કરવા માટેની ડેડલાઇન અપાઇ હતી. દરિયા પર બનેલા આ બ્રિજનો નજારો જેટલો ખુબસુરત છે તેટલી તેની સફર પણ અદભૂત અનુભવ આપનાર બની રહેશે. આ બ્લુ બેલ બ્રિજ દ્વારકા માટે એક નજરાણુ બની રહેશે અને સ્વભાવિક રીતે બ્રિજનું લોકાર્પણ થઇ ગયા બાદ ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવશે.

આ પણ વાંચો - Vadodara : વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Tags :
Advertisement

.