ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi In Gujarat : જનસભાઓ સંબોધ્યા બાદ PM મોદીએ અગ્રણીઓ સાથે કરી મહત્ત્વની બેઠક, જુઓ Photos

PM Modi In Gujarat : રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી રેલીઓ યોજીને પ્રચંડ પ્રચાર કર્યો હતો. આજે પણ પીએમ મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ...
07:42 AM May 02, 2024 IST | Vipul Sen

PM Modi In Gujarat : રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી રેલીઓ યોજીને પ્રચંડ પ્રચાર કર્યો હતો. આજે પણ પીએમ મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. જો કે, આ પહેલા ગઈકાલે રાતે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ (Kamalam) ખાતે પીએમ મોદીએ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગઈકાલે બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠામાં જંગી રેલીઓ બાદ પીએમ મોદીએ ગાંધીનગર કમલમ ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi,) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. PM મોદીએ આ બેઠકમાં મહત્ત્વની ચર્ચાઓ કરી હોવાની માહિતી છે. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પીએમ મોદીએ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ બેઠકની કેટલીક તસ્વીરો તેમના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કરી હતી.

PM મોદીએ શેર કરી તસવીરો

પીએમ મોદીએ (PM Modi In Gujarat) ટ્વીટર પર તસ્વીરો શેર કરીને કહ્યું કે, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજની જંગી રેલીઓ બાદ કમલમ, પાર્ટી ઓફિસ ખાતે સાથી કાર્યકર્તાઓ સાથે સમય વિતાવ્યો. તેમની ઉર્જા અને ઉત્સાહ ઉત્કૃષ્ટ છે. અમારી સરકાર ત્રીજી ટર્મ માટે ફરી આવે તે સુનિશ્ચિત કરવા તેઓ સખત મહેનત કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આજે પણ પીએમ મોદી રાજ્યમાં 4 જનસભાને સંબોધશે. આજે પીએમ મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ (Junagadh) અને જામનગરમાં (Jamnagar) વિજય વિશ્વાસ સભાને સંબોધશે.

2 મેના રોજ PM મોદીના કાર્યક્રમો

> વારે - 10:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલ્લભ વિદ્યાનગરમાં પહોંચશે.
આણંદ અને ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે.

> બપોરે - 12:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પહોંચશે.
સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> બપોરે - 02.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચશે.
જૂનાગઢ, પોરબંદર, અમરેલી લોકસભા અને માણાવદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> સાંજે - 04.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચશે.
જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે
જામનગર સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે.

 

આ પણ વાંચો - Sabarkantha થી PM મોદી – પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

આ પણ વાંચો - PM MODI આજે રાત્રે ગાંધીનગરમાં લેશે ક્લાસ…!

આ પણ વાંચો - PM Modi At Banaskantha: વડાપ્રધાન Narendra Modi નો Banaskantha માં પ્રચંડ પ્રચાર

 

Tags :
BanaskanthaBJPCM Bhupendra PatelCR PatilGandhinagarGujarat FirstGujarati NewsHarsh SanghviKamalamLok Sabha ElectionsPM Modi In Gujaratpm narendra modiSabarkantha
Next Article