Drugs in gujarat : ગુજરાત ATS ના આ જાબાંજ PI ની બહાદુરી જાણી તમે પણ ગર્વ કરશો, દરિયાકાંઠેથી ઝડપાયું આટલા કરોડનું ડ્રગ્સ
ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ ગુજરાત એટીએસ (ATS), કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓ, પોલીસ તંત્ર અને એટીએસ દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી (Drugs in gujarat) લેવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ. 420 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ATS દ્વારા પકડવડામાં આવેલા આ ડ્રગ્સના જથ્થાની ઈનસાઈડ સ્ટોરી સામે આવી છે. ATSના જાબાંજ પોલીસ જવાનોના આ સાહસીક ઓપરેશનમાં પીઆઇ જે.એમ. પટેલે (PI J.M. Patel) મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહવિભાગ (Home Department) દ્વારા ગુજરાત એટીએસને રૂ.10 લાખના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ જવાનની હિંમતવાન કામગીરી
મળતી માહિતી મુજબ, ગુજરાતના પોરબંદર (Porbandar) દરિયાકાંઠેથી કબજે કરાયેલા રૂ. 420 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાની ઇનસાઇડ સ્ટોરી સામે આવી છે. આ ડ્રગ્સના જથ્થા અંગે ATS ના જાબાંજ અને બહાદુર પીઆઇ જે.એમ. પટેલને (PI J.M. Patel) બાતમી મળી હતી. જો કે, આ ઓપરેશન પર જતા સમયે જે.એમ. પટેલને અક્સ્માત પણ નડ્યો હતો. અકસ્માતમાં PI પટેલને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્લેટ નાખવાની ફરજ પડી હતી. ઓપરેશન દરમિયાન ડોક્ટરે PI પટેલને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા અંગે સૂચના આપી હતી. જો કે, બહાદુર અને સહાસી એવા પીઆઈ જે.એમ. પટેલે (PI J.M. Patel) બેડ રેસ્ટ ના લીધો અને 4 દિવસમાં ફરીવાર ઓપરેશનમાં જોડાયા અને ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. કોસ્ટ ગાર્ડ (Coast Guard) અને ગુજરાત પોલીસની (Gujarat Police) ટીમે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખૂબ જ બહાદુરી અને ચતુરાઈ સાથે ડ્રગ્સના મસમોટા જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.
ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું ફરી એકવાર મોટું ઓપરેશન
ભારતીય જળસીમામાં ફરી ઝડપાયું મોટી માત્રામાં ડ્રગ્સ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાઠવ્યા અભિનંદન
ગુજરાત ATSને રૂ.10 લાખના ઈનામની જાહેરાત @CMOGuj @sanghaviharsh #Gujarat #GujaratATS #NCB #HarshSanghvi #Drugs #GujaratFirst pic.twitter.com/EldmiEVjeX— Gujarat First (@GujaratFirst) March 12, 2024
ગૃહરાજ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા, રૂ. 10 લાખનું ઇનામ જાહેર
ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા ફરી એકવાર મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ પોરબંદરના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો (Drugs in gujarat) જપ્ત કરાયો છે અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. NCB અને ATS દ્વારા હાલ આગળની તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ( Home Minister Harsh Sanghvi) પણ પ્રતિક્રિયા આપીને ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને NCB ને સફળ ઓપરેશન માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગૃહ વિભાગ (Home Department) દ્વારા ગુજરાત એટીએસને (Gujarat ATS) રૂ.10 લાખનાં ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
#WATCH | Gujarat Home Minister Harsh Sanghvi says, " Under PM Modi's leadership and Union Home Minister Amit Shah's guidance, Police and Central agencies have started a war against drugs. In a joint operation by Gujarat ATS, Indian Coast Guard and NCB, 6 Pakistani nationals were… https://t.co/ukUY5vuqVv pic.twitter.com/5rcdsnD5NP
— ANI (@ANI) March 12, 2024
આ પણ વાંચો - visa fraud : કુડાસણની ઉમિયા ઓવરસીઝ અને આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાં CID ક્રાઇમના દરોડા, એક સામે ગુનો
આ પણ વાંચો - Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી
આ પણ વાંચો - Ahmedabad Police: આધુનિક અમદાવાદમાં મહિલા સુરક્ષા અંગે અતિઆધુનિક સુવિધા કરાઈ તૈયાર