Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Big Breaking : સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર..?

 Big Breaking BJP : લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવાર બદલ્યા પછી પણ નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર વધતાં આજે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. તેઓ જિલ્લા પંચાયતના ઘેર આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે....
big breaking   સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર

 Big Breaking BJP : લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવાર બદલ્યા પછી પણ નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર વધતાં આજે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. તેઓ જિલ્લા પંચાયતના ઘેર આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. છેલ્લા 4 કલાકથી BJPની આ મેરેથોન બેઠક ચાલી હતી અને એક પછી એક આગેવાનોને બોલાવામાં આવ્યા હતા. ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ બેઠકમાં પહોંચ્યા હતા. બેઠકમાં ઉમેદવાર બદલવા અંગે ચર્ચા થઇ રહી છે તેમ સુત્રો દાવો કરી રહ્યા છે. બપોરે અઢી વાગે બેઠક પૂર્ણ થઇ હતી. ધવલસિંહે કહ્યું કે કોઇ મોટી નારાજગી નથી. ભાજપને કઇ રીતે 5 લાખની લીડથી જીતાડવી તેની ચર્ચા થઇ હતી. જો કે જિલ્લા ભાજપના આગેવાનોએ કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.  ગુજરાતની 26 સીટો જીતવાની છે. તેમણે કહ્યું કે ઉમેદવાર કોઇ પણ હોય તમામ બેઠક જીતવાની છે.

Advertisement

ગૃહપ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ખાતે પહોંચ્યા

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. વિરોધના પગલે આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા. હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે બંધ બારણે તેઓએ બેઠક કરી  છે. આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વિરોધનો વંટોળ વધુ તેજ ન બને તે માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે.

Advertisement

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાન ખાતે બેઠક

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જી ડી પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડયા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો બંધ બારણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી રહ્યા છે. પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ બેઠકમાં પહોંચ્યા હતા.

Advertisement

ઉમેદવાર બદલાઇ શકે છે.

છેલ્લા 4 કલાકથી હજું પણ હર્ષ સંઘવીની આ મેરેથોન બેઠક ચાલી છે. બેઠકમાં આગેવાનો સાથે ચર્ચા કરાઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે વિરોધ વંટોળ બાદ ઉમેદવાર બદલાઇ શકે છે. સુત્રો કહી રહ્યા છે કે આ બેઠકમાં સેન્સ લેવામાં આવી રહ્યો છે જેથી ઉમેદવાર બદલાઇ શકે છે.

ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ

ઉલ્લેખનિય છે કે ભાજપે અહીં ભીખાજી ઠાકોરને કાપીને તેમની સાથે 1 વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે અને તેથી છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો------ પરશોત્તમ રૂપાલાના વિવાદને લઇને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, રોષને શાંત કરવા જયરાજસિહ સક્રિય

આ પણ વાંચો---- Banaskantha : પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસને કર્યા રામ રામ

Tags :
Advertisement

.