Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ સરાજાહેર કરી આ ખાસ અપીલ

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર વિનંતી કરી છે. આ સાથે રાષ્ટ્રના કામમાં જોડાઈ જવા ક્ષત્રિય...
11:26 PM Apr 22, 2024 IST | Vipul Sen

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર વિનંતી કરી છે. આ સાથે રાષ્ટ્રના કામમાં જોડાઈ જવા ક્ષત્રિય સમાજને આહ્વાન પણ કર્યું છે. પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) બધું ભૂલી દેશ હિતમાં જોડાય અને જીતનો ભગવો લહેરાવવામાં લાગી જાય તેવી મારી વિનંતી છે. જણાવી દઈએ કે, ટંકારા પડધરીના કાર્યાલયનાં ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જાહેરમાં આ અપીલ કરી હતી.

મોરબીમાં (Morbi) આજે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રોડ શૉ તેમ જ સફાઈ અભિયાન યોજવવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ લોકસભા વિસ્તાર ખાતે કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન, તેમણે ક્ષત્રિયોને લઈને પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રૂપાલાએ ક્ષત્રિયોને સરાજાહેરમાં ખાસ અપીલ કરી હતી.

પરશોત્તમ રૂપાલાએ જાહેરમાં કરી આ ખાસ અપીલ

ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા આ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા અનેક લોકોની સુખાકારી માટે ઘણા બધા કામો કરવામાં આવ્યા છે. દરેક ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદીએ કામ કર્યું છે. તેમ જ પરશોત્તમ રૂપાલાએ પીએમ મોદી દ્વારા જેટલી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે યોજનાઓ લઈને પણ લોકોને માહિતગાર કર્યા હતા. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા પરશોત્તમ રૂપાલાનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર વિનંતી કરતા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ નાની મોટી વાતોને દરગુજર કરીને વડાપ્રધાન મોદીનો હાથ મજબૂત કરે અને સમગ્ર દેશમાં ભગવો લહેરાવે તેવી વિનંતી છે.

આ નેતાઓ પણ રહ્યા હાજર

આ સભામાં પરશોત્તમ રૂપાલાની સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા (Kesridevsinh Jhala), રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા (Ram Mokaria), રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરિયા તેમ જ મોરબી માડિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amritiya) ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, રાજ્યસભાના સાંસદ મ દ્વારા મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ લાભ અંગે વાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવા માટે આહ્વાન પણ કર્યું હતું.

આ પણ વાંચો - RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ….

આ પણ વાંચો - Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલાને મોટી રાહત..! : પદ્મિની બાના સૂર બદલાયા, હવે આંદોલન પૂરું?

Tags :
BJPDurhabbhai DethariaGujarat FirstGujarat PolitcsGujarati NewsKanti AmritiyaKesridevsinh JhalaKSHATRIYA SAMAJLok-Sabha-electionMohan KundariamorbiParshottam RupalaParshottam Rupala controversyParshottam Rupala VivadPrime Minister ModiRAJKOTRajkot Lok Sabha seatRam MokariaTankara PaddhariUnion Minister
Next Article