Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UPમાં કેમ ધબડકો...? શાહ અને યોગી વચ્ચે...

UP : કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમવારે યુપી (UP) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ પરના...
upમાં કેમ ધબડકો     શાહ અને યોગી વચ્ચે
Advertisement

UP : કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમવારે યુપી (UP) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ પરના વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માગ્યો છે. ઉપરાંત તેઓ નીતિન ગડકરીને પણ મળ્યા હતા.

રાજકીય વર્તુળોમાં અનેક અટકળો

આવી સ્થિતિમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય એવી અટકળો છે કે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે આગામી ભાજપ પ્રમુખ કોણ હશે તે અંગે વાતચીત થવાની સંભાવના છે. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માગ્યો છે.

Advertisement

Advertisement

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 80 સીટોમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 37 સીટો જીતી છે. આ સાથે જ ભાજપને 33થી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય ચૂંટણીમાં સપા સાથે લડેલી કોંગ્રેસે 6 બેઠકો જીતી છે.

ભાજપ 272ના જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી શક્યો નથી

2014 પછી આ પહેલીવાર છે જ્યારે ભાજપ 272ના જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી શક્યો નથી. આ કારણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ પક્ષો પર ભાજપની નિર્ભરતા વધી છે.

આ પણ વાંચો----- શપથ સમારોહમાં જ ખબર પડી ગઇ કે…..!

આ પણ વાંચો---- “MODIનો મંત્રીઓને આદેશ……તમે…”

આ પણ વાંચો---- દુર્લભ…ઐતિહાસિક… Foreign Mediaએ કેમ કહ્યું આવું..?

આ પણ વાંચો---- Modi Government 3.0માં ટોચના ચાર મંત્રી કોણ ?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×