ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે કાંતિલાલ અમૃતિયાએ કર્યો યજ્ઞ, Video
મોરબીમાં એક મહિના પૂર્વ ગોઝારી દુર્ઘટના ઘટી હતી135 દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાજીત બાદ ઉજવણી પણ કરવામાં આવી નહોતી30મી ઓક્ટોબર સાંજે 6 વાગ્યા આસપાસ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 135થી વધારે લોકોના મોત થયાં હતા અને આ ઘટના વખતે મોરબીના કાનાભાઈ તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાએ લોકોની મદદ માટે મચ્છુમાં કુદી ગયા હતા અને લોકોને બહા
- મોરબીમાં એક મહિના પૂર્વ ગોઝારી દુર્ઘટના ઘટી હતી
- 135 દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના
- જીત બાદ ઉજવણી પણ કરવામાં આવી નહોતી
30મી ઓક્ટોબર સાંજે 6 વાગ્યા આસપાસ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 135થી વધારે લોકોના મોત થયાં હતા અને આ ઘટના વખતે મોરબીના કાનાભાઈ તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાએ લોકોની મદદ માટે મચ્છુમાં કુદી ગયા હતા અને લોકોને બહાર કાઢવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા.
દિવંગતોના આત્માની શાંતિ યજ્ઞ
મોરબીમાં કાંતિ અમૃતિયાના સેવાયજ્ઞ બાદ હવે તેમણે ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે યજ્ઞ કર્યો છે. મચ્છુ નદી પાસે આવેલા મચ્છુ માતાજીના મંદિરમાં આ યજ્ઞ યોજાયો હતો. જેમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 દિવંગતોના આત્માની શાંતિ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
કેવી રીતે આવ્યો વિચાર?
યજ્ઞ યોજવાના વિચાર અંગે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે, ઘટના બની તે દુ:ખની વાત, મોરબીની પ્રજાને તો દુ:ખ હતું પણ સમગ્ર ગુજરાત અને ભારતની જનતાને દુ:ખ હતું, વડાપ્રધાન પોતે દુખી હતા. ચૂંટણી જાહેર થયાં પછી દુ:ખ સાથે અમે ચૂંટણી લડ્યા સાદાઈથી લડ્યા, મીઠાં મોઢા નહી, હાર નહી, ત્રાસા નહી, કોઈ વસ્તુ નહી, અને મોરબીની પ્રજાએ અને સમગ્ર ગુજરાતની પ્રજાએ આવી ઘટના બની હોય અને ભાજપ પર વિશ્વાસ મુક્યો હોય અને એ વિશ્વાસ પ્રજાએ સાબિત કર્યો છે. આ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની આગેવાની અને અમારી મોરબીની પ્રજાએ જિલ્લાની પ્રજાએ પાંચે પાંચ સીટ આપ્યા પછી રિઝલ્ટ પછી જીતની ઉજવણીની કોઈ ઈચ્છા નહોતી. હતભાગી પરિવારોએ પણ અમે મીઠાં મોઢા કરીએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી પણ મને વિચાર આવ્યો કે યજ્ઞ કરીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement