Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paresh Dhanani : વાઇરલ પત્રિકા કાંડ વચ્ચે પરેશ ધાનાણીનો ટ્વીટ બોમ્બ! 'સિંઘમ' ના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (Lok Sabha elections) પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારો મતદારોને રીઝાવવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. મોટાભાગના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દૈનિક ધોરણે પોસ્ટ...
paresh dhanani   વાઇરલ પત્રિકા કાંડ વચ્ચે પરેશ ધાનાણીનો ટ્વીટ બોમ્બ   સિંઘમ  ના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (Lok Sabha elections) પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારો મતદારોને રીઝાવવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. મોટાભાગના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દૈનિક ધોરણે પોસ્ટ કરી પોતાનો અને પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પરેશ ધાનાણીનું (Paresh Dhanani) એક ટ્વિટ હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. આ પોસ્ટમાં તેમણે 'સિંઘમ' ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Advertisement

'સરદારના અસલી વારસદારો હવે 'સિંઘમ' બનશે'

પરેશ ધાનાણીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (અગાઉ ટ્વીટર) પર 'સિંઘમ' (Singham) ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પરેશ ધાનાણીએ સિંઘમ ફિલ્મના વિલન જયકાંત શિકરે (Jayakant Shikre) અને હીરો સિંઘમ વચ્ચેના સીનને સોશિયલ મીડિયામાં શેર કરી સરદારના અસલી વારસદારો હવે 'સિંઘમ' બનશે તેમ જણાવ્યું. સાથે જ લખ્યું કે, પ્રજા પર અત્યાચાર કરનારાનો અહંકાર તોડીશું. પરેશ ધાનાણીએ (Paresh Dhanani) મતદારો પોતે 'સિંઘમ' બનીને લોકો પર અત્યાચાર કરતા જયકાંત શિકરે રૂપી સત્તાધાર પક્ષના અહંકારને ઓગાળવાની અપીલ કરી હતી.

Advertisement

પત્રિકા વાઇરલ કાંડમાં પરેશ ધાનાણીના સગા ભાઇનું નામ

ઉલ્લેખનીય છે કે, તાજતેરમાં રાજકોટ (Rajkot) બેઠક પર પત્રિકા વાઇરલ કાંડમાં પરેશ ધાનાણીના સગા ભાઇ શરદ ધાનાણીનું (Sharad Dhanani) નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે 4 પાટીદાર યુવકોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જામીન પર કર્યા મુક્ત કર્યા હતા. કોંગ્રેસે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ શરદ ધાનાણીનું નામ સામે આવતા પરેશ ધાનાણીના ભાઈએ કેમ આવું કૃત્ય કર્યું ? શું કોંગ્રેસ લેઉવા પટેલ અને કડવા વચ્ચે ભાગલા પાડવા માંગે છે ? તે સવાલ ઊભા થયા છે. જો કે, પરેશ ધાનાણીએ એક નિવેદનમાં કહ્યું કે, મે આવી કોઇ પત્રિકા (Patrika Kand) જોઇ નથી અને સમાજમાં વિભાજન થાય તેવા પ્રયાસ કર્યો નથી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : વાઇરલ પત્રિકા કાંડમાં આ કદાવર નેતાના ભાઇની સંડોવણી ?

આ પણ વાંચો - Diu-Daman : વધુ એક કોંગ્રેસ નેતાએ કર્યો બફાટ, જાહેરમાં BJP નેતાને લઈ અપમાનજનક શબ્દોનો કર્યો ઉપયોગ!

આ પણ વાંચો - Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

Tags :
Advertisement

.